ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ /બિયરની બોટલ નંગ-165/- તથા ઞાડી સાથે કુલ મુદ્દામાલ -3,67,246/- ના મુદૃામાલ સાથે બે આરોપીઓને પકડી પાડતી એલ.સી.બી. પાલનપુર

ધાનેરા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

IGP બોર્ડર રેન્જ, ભુજ શ્રી જે.આર.મોથલીયા સાહેબ  તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલ સાહેબે જિલ્લામાં દારૂ/જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા એચ.પી. પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી આર.જી. દેસાઈ એલ.સી.બી. પાલનપુર નાઓના માર્ગદર્શન હેઠળ અ.હે.કોન્સ. ઈશ્વરભાઈ, અર્જુનસિંહ,ઓખાભાઈ, તથા પોકો  પ્રકાશચંદ્ર, પ્રકાશભાઈ નાઓ ધાનેરા પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન  બાતમી હકીકત મળેલ કે ભારતીય બનાવટના વિદેશી  દારૂ ભરી એક SX4 ગાડી રાજસ્થાન રતનપુર તરફથી  મોટી ડુગડોલ તરફ આવનાર છે જે  હકીકત આધારે મોટી ડુગડોલ ગામ  પાસે ઉપરોક્ત બાતમી વાળી ગાડી ની વોચ તપાસમાં હતા તે દરમિયાન બાતમી વાળી ગાડી આવતા  ગાડીનો પીછો કરી   રોકાવી  તેના ચાલક તથા તેની બાજુમાં બેઠેલ ઈસમને  પકડી પાડેલ અને SX4  ગાડી નં. GJ-08-AU-5342 માં ભારતીય બનાવટના  વિદેશી દારૂ ,બીયર બોટલ નંગ-165/- કિ.રૂ.61746/-તથા મોબાઈલ નગ-2 કિ. રૂ.5500 તથા ગાડીની કિ.રૂ.3,00,000/-એમ  કુલ મુદામાલ કિ.રૂ.3,67,246/-ના મુદ્દામાલ મળી આવતા ગાડીના ચાલક  અજબાભાઈ જીવાભાઇ રબારી રહે જડીયા તા.ધાનેરા તથા તેની બાજુમાં બેઠેલ મસરા ભાઈ વાઘાજી રબારી રહે જારડા તા. રાણીવાડા તથા માલ ભરાવનાર મનજી રબારી રહે પાલ તા રાણીવાડા  વાળાઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ ધાનેરા પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here