સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ નર્મદા જીલ્લાના દેડિયાપાડા ખાતે સાયબર સિક્યોરીટી અંગે જાગૃતિ સેમિનાર યોજાયો

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ નાં વિધાર્થીઓ ને સાયબર ક્રાઇમ થી જાગૃત કરાયા

સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ દેડિયાપાડા ખાતે આજરોજ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. અનિલાબેન પટેલના માર્ગદર્શન હેઠળ “પંચપ્રકલ્પ આઝાદી કા અમૃત મહોત્સવ” અને એન. એસ.એસ. દ્વારા સાયબર સિક્યોરીટી અને નશીલા પદાર્થોના ઉપયોગથી દૂર રહેવા અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

દેડિયાપાડા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર પંડ્યા દ્વારા કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે સાયબર એટેક વિશે વિસ્તૃતમાં માહિતી પુરી પાડી હતી. કોઈ વ્યક્તિ સાથે છેતરપિંડી થાય તો તેનાથી કેવી રીતે બચી શકાય, ઓનલાઇન ફરીયાદ કરવા માટે ૧૯૩૦ પર કોલ કરી સાયબર ફ્રોડથી બચવા અને ૧૫૫૨૬૦ હેલ્પલાઇનની મદદ લેવા અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. નશીલા પદાર્થોથી દૂર રહેવાની હાકલ કરી હતી.

કોલેજના આચાર્ય ડો.અનિલાબેન પટેલે કાર્યક્રમને અનુરૂપ ઉદબોધન કર્યું હતું. પ્રોગ્રામ ઓફિસર ડૉ. રમેશભાઈ વસાવા તથા કાર્યક્રમનું સંચાલન સુશ્રી જયશ્રીબેન વસાવાએ કર્યું હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here