સમસ્ત તડવી સમાજ જાગૃત સેવા મંડળ આયોજિત ૧૮ – મો સમૂહ લગ્નોત્સવ ડભોઇ તાલુકાનાં કરનાળી ખાતે યોજાયો – ૧૨ નવદંપતી લગ્ન ગ્રંથિથી જોડાયા…

ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-

ડભોઇ સમસ્ત તડવી સમાજ જાગૃત સેવા મંડળ દ્વારા પ્રતિવર્ષ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં સમાજના નવયુવાનો ભાગ લઈ તદન નજીવા ખર્ચે લગ્ન ગ્રંથિથી જોડાઈ લગ્ન જીવનનો પ્રારંભ કરે છે. આ રીતે સમાજના વિકાસમાં સહભાગી બને છે. સમાજના દાતાઓ દ્રારા સમાજને મદદરૂપ થવાનો પ્રયત્ન કરવામાં આવે છે.
જે અંતર્ગત આજરોજ ડભોઇ તાલુકાના શ્રી મારુતિ ધામ આશ્રમ, કરનાળી ખાતે ૧૮ – મો સમૂહ લગ્નોત્સવ સમાજના યશસ્વી આયોજકોના સાર્થક પ્રયત્નથી યોજવામાં આવ્યો હતો. જેમા મારૂતિ ધામ આશ્રમના સ્વામી શ્રી પ્રેમસ્વરૂપ દાસજીએ આ સમૂહલગ્નમાં જોડાનાર નવદંપતિઓનેને આશીર્વચન આપી આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે વડોદરા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિનભાઇ પટેલ ( વકીલ ) તથા ગુજરાતી ફિલ્મના અભિનેત્રી નિમિષાબેન તડવી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સમૂહ લગ્નોત્સવમાં ૧૨ યુવાન નવદંપતી લગ્ન વિધિથી જોડાઈ, પોતાના લગ્નજીવનનો પ્રારંભ કર્યો હતો. આ સમૂહ લગ્નોત્સવમાં જોડાનાર નવદંપતીઓને સમાજના દાતાઓ દ્રારા કન્યાદાનમાં તિજોરી, પાનેતર, વાસણો સહિત ઘર સુશોભનનો સામાન આપવામાં આવ્યો હતો.
આ સમસ્ત સમૂહ લગ્નનું આયોજન સમસ્ત તડવી સમાજ જાગૃત સેવા મંડળ, ડભોઇના ડાહયાભાઈ એફ. તડવી -પ્રમુખ , કાંતિભાઈ બી. તડવી (ઉપપ્રમુખ), મણીકાન્ત એસ. તડવી (ઉપ પ્રમુખ), કિરણભાઇ એ. તડવી (મંત્રી), મહેશભાઈ બી. તડવી (ખજાનચી) સહિતના આગેવાનો તેમજ યુવા સંગઠનના પ્રમુખ શિવમકુમાર જે તડવી તથા પંકજભાઈ તડવી સહિતના યુવાનોએ આ સમૂહ લગ્નોત્સવને સારી રીતે સફળતાપૂર્વક સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. તેમજ આ સમૂહ લગ્નોત્સવમાં ભાગ લેનાર નવદંપતીઓને વિવિધ દાતાઓ તરફથી ભેટ આપવામાં આવી હતી. આમ આ સમૂહ લગ્નોત્સવ સમસ્ત સમાજના સહકારથી ખૂબ સારી રીતે સફળ રહેવા પામ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here