સંખેડા તાલુકાના બહાદરપુર ખાતે નાનકડી સહરબાનુ એ પહેલો રોજો રાખી દેશ દુનિયા માટે દુવાઓ કરી

સંખેડા, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

આજરોજ સંખેડાના બહાદરપુર ગામના હુસેની મોહલ્લા કસ્બા વાળ વિસ્તારની સહરબાનુ સાજીદભાઈ ઘોરી એ આટલી કાળજાળ ગરમીમાં પોતાના રબ ને રાજી કરવા માટે રોજો રાખ્યો હતો જેનાથી રબ રાજી થાય. આ નાનકડી સાત વર્ષની સહરબાનુ એ રોજો રાખી સાબિત કરી બતાવ્યું કે મન મક્કમ હોય તો કાંઈ પણ અઘરું નથી અને હાલ રમજાન માસમાં મુસ્લિમ બિરાદરો ઇબાદતમાં મશગુલ છે તો નાના બાળકો પણ પહેલો રોજો રાખી ૧૪ કલાક સુધી ભૂખ્યા તરસ્યા રહી ખુદાની બંદગી કરી રહ્યા છે આ એક કુદરત તરફથી રોજદાર બાળકોને હિંમત મળતી હોય છે એટલે તેમને રોજામાં કોઈ તકલીફ રહેતી નથી. સહરબાનુ એ રોજો રાખ્યો એની પાછળ તેમની માતા શ્રી શહેનાજબાનુ અને મોટી બહેન રૂમાનાબાનુ નો પણ સિંહ ફાળો છે જેમને આ નાનકડી સહરબાનું ને રોજાની હાલતમાં સાચવી અને ઠેઠ રોજો ખોલતા સુધી એમની સાથે રહી ઈબાદત કરાવી હતી. અને આ રોજદાર સહરબાનુએ રોજો ખોલવાના સમયે આપણા ભારત દેશ અને દુનિયા માટે આફત બલા મુસીબત મુશ્કેલી થી રબ હિફાજત ફરમાવે એવી દુવાઓ કરવામાં આવી હતી અને આટલી નાની બાળકી એ રોજો રાખી પોતાના રબને રાજી કરવાનું કામ કર્યું છે અને આ નાના બાળકો માસુમ હોય છે નિર્દોષ હોય છે એટલે રબ પણ રાજી થાય છે. અને આવનારી ગંભીર બીમારીઓથી પણ રબ આખા દેશ અને દુનિયાની હિફાજત ફરમાવે અને દેશ અને દુનિયામાં ભાઈચારો કાયમ રહે તેવી સહરબાનુ દ્વારા દુવાઓ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here