સંખેડાના પીપડસઠ ગામની ઓરસંગ નદીમાં રેતીના ઊંડા પાણીના ખાડામાં છ વર્ષની બાળકી ડૂબી જતા મોત નીપજ્યું

સંખેડા, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

સંખેડા તાલુકાના પીપરસડ ગામની ઓરસંગ નદી માં છ વર્ષની બાળકી ડૂબી જતા આજરોજ બપોરે મોત નીપજયું. બાળકી અંકિતા જગદીશભાઈ બારીયા બપોરના ઘરે થી નદી તરફ જતી રહેતા રેતીની લીજમાં પાણીના ઊંડા ખાડામાં પડી જતા મોત નીપજ્યું. દીકરીના પિતા જગદીશભાઈ ઢોરો ચરાવવા માટે ખેતરમાં ગયા હતા ત્યારબાદ ઘરે આવ્યા ત્યારે અંકિતા નહીં દેખાતા આજુબાજુ શોધખોળ કરી હતી નજીકના મળતા નદી તરફ શોધખોળ કરતા ઊંડા ખાડામાંથી મળી આવી હતી. ત્યારબાદ પીપડસઠ ગામના સરપંચ નગીનભાઈ અને બોલાવતા આવ્યા પરંતુ ત્યાં પાંચ મિનિટ પણ ઊભા ના રહી માનવતા પણ ભૂલી ગયા અને સ્થળ છોડીને ગામમાં જતા રહ્યા.પીપડસઠ ના ગ્રામજનો પણ આ ગરીબ પરિવાર ની વ્હારે કોઈ પણ ન આવ્યું .ત્યાં લોકો હાજરલોકો કહેવું છે કે અહીંયા બે નંબર ની લિજો ચાલે છે અને સરપંચ એટલે ઉભા ન રહ્યા અને એમ પણ કહેવામાં આવ્યું જે ગ્રામપંચાયત ના સરપંચ નું લિજો વાળા જોડે સેટિંગ હોવાથી સ્થળ છોડી જતા રહ્યા . આ બાળકી ના મોત ના જવાબદાર ખાનખનીજ કે ગ્રામ પંચાયત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here