ડભોઈ પી.એચ.સી ના ફાર્માસીસ્ટ રજા પર જતાં તરેહ તરેહની ઉઠેલી ચર્ચા !!

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

ડભોઇ ના રહીશો ને આરોગ્ય ની સારી સેવા મળી રહે એ માટે સરકારી દવાખાના (સી. એચ.સી ) સાથે પી.એચ.સી સેન્ટર બનાવી લોકો ના સ્વાસ્થ્ય ની ઉતમ સેવા મળી રહે એ માટે રેલ્વે સ્ટેશન પાસે નગરપાલિકા ના જકાત નાકા માં હાલ ઉપલબ્ધ છે જયાં મેડિકલ ઓફીસર સાથે ફાર્માસીસ્ટ , લેબ ટેકનીશયન ઉપલબ્ધ હોય છે પરંતુ છેલ્લા ચારેક દિવસ થી ફાર્માસીસ્ટ અચાનક ગેરહાજર રહેતા આવનાર દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી છે અમારા પ્રતિનિધિ એ તાલુકા હેલ્થ ઓફિસર ને ટેલિફોનીક પૂછતા જાણવા મળ્યું કે રજા માટે મેલ કરેલ છે પરંતુ અમે રજા મંજૂર કરવા ના નથી અને યોગ્ય પગલાં લેવાની પણ વાત કરી છે આધાર ભૂત સુત્રો માંથી જાણવા મળ્યાં મુજબ ફાર્માસીસ્ટ સાથે એક આશાવર્કર પણ ગેરહાજર હોવાને પ્રેમી પંખીડા ઓ પોબારા ગણી ગયા હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે જિલ્લા આરોગ્ય અધિકારી ડભોઈ દોડી આવી બંને પર કાયદેસર ના પગલાં ભરે એજ સમયની માંગ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here