શહેરા તાલુકાના ધો.8 ના 1560 એટલે 95.82 % વિદ્યાર્થીઓએ NMMS પરીક્ષા આપી…

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

ડૉ.કલ્પેશ આર.પરમારના જણાવ્યા મુજબ શહેરા તાલુકાની 247 પ્રા.શાળાઓમાંથી ધોરણ – 8 ના કુલ 1628 વિદ્યાર્થીઓએ NMMS (નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ) પરીક્ષા માટે ફોર્મ ભરેલા હતા. તેમાંથી આજ રોજ શહેરા તાલુકા કક્ષાના 4 સેન્ટરમાં પરીક્ષા આયોજન કરવામાં આવી હતી. શ્રીમતિ એસ.જે.દવે હાઈસ્કૂલમાં બે યુનિટ ફાળવવામાં આવ્યા હતા. બંને યુનિટમાં સરખા ભાગે દસ દસ બ્લોકની ફાળવણી કરવામાં આવી હતી. પ્રથમ યુનિટમાં કુલ 300 વિદ્યાર્થીઓ પૈકી 284 હાજર અને 16 ગેર હજાર તેમજ દ્વિતીય યુનિટના કુલ 300 વિદ્યાર્થીઓ પૈકી 287 હાજર અને 13 ગેર હાજર હતા. શારદા મંદિર હાઈસ્કૂલમાં 6 બ્લોકની ફાળવણી કરવામાં આવી હતી. તેમાં 128 વિદ્યાર્થીઓ પૈકીના 123 હાજર અને 5 ગેર હાજર રહ્યા હતા. મોડેલ સ્કૂલ કાંકરી ખાતે 15 બ્લોકની ફાળવણી કરવામાં આવી હતી. જેમાં 450 વિદ્યાર્થીઓ પૈકી 441 હાજર અને 9 ગેર હાજર રહ્યા હતા. જે.જી.ભરવાડ ગુજરાતી મીડીયમ સ્કૂલ, શહેરા ખાતે 15 બ્લોકની ફાળવણી કરવામાં આવી હતી. જેમાં 450 વિદ્યાર્થીઓ પૈકીના 441 હાજર અને 9 ગેર હાજર રહ્યા હતા. કુલ 1628 પૈકી 1560 એટલે 95.82 % વિદ્યાર્થીઓએ શાંતિ પૂર્ણ મહોલમાં પરીક્ષા આપી. તેમજ 68 વિદ્યાર્થીઓ એટલે 4.18 % ગેર હાજર રહ્યા હતા. આ તમામ સેન્ટર પર CCTV કાર્યરત રાખી પરીક્ષા લેવામાં આવી. ક્યાંય પણ ગેરરીતિ જોવા મળેલ નથી. તમામ સેન્ટરમાં વિદ્યાર્થીઓ માટે શુદ્ધ મીનરલ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવેલી હતી. બ્લોક સુપરવાઈઝર દ્વારા વિદ્યાર્થીઓને OMR સંદર્ભે પ્રાથમિક માહિતી પ્રશ્ન પત્ર શરૂ થયાના પહેલાં આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓને બી.આર.સી.શહેરા ડૉ.કલ્પેશ આર.પરમાર દ્વારા પોતાના મોનિટરિંગ દરમ્યાન શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ પરીક્ષા સેન્ટરના સરકારી પ્રતિનિધિ તેમજ બિલ્ડીંગ કંડકટરનું સુંદર આયોજન જોવા મળ્યું હતું. તેમજ વિદ્યાર્થીઓમાં આ પરીક્ષાનો એક નવો ઉત્સાહ જોવા મળ્યો…. સૌ વિદ્યાર્થીઓનું પરીણામ ઉત્તમ બની રહે તેવી શુભેચ્છાઓ સહ. વિદ્યાર્થીઓને ફોર્મ ભરવા, પરીક્ષા માટે માર્ગદર્શન આપવા, પરીક્ષા સ્થળ સુધી લઈ આવવા તેમજ અન્ય પ્રકારનો સહકાર આપવા બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here