કોવિડ-૧૯ અપડેટ પંચમહાલ જિલ્લામાં આજે કોરોના સંક્રમણના નવા ૩૦ કેસો મળ્યા,૪૮ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ

ગોધરા,(પંચમહાલ)
ઇશ્હાક રાંટા

જિલ્લામાં સક્રિય કેસોની સંખ્યા ઘટવાનો દર તેજ બન્યો, હાલની સ્થિતિએ ૨૩૭ વ્યક્તિઓ સારવાર હેઠળ

કુલ કેસનો આંક ૨૦૫૬ થયો, કુલ ૧૭૧૭ વ્યક્તિઓ કોરોનાને પછડાટ આપી સ્વગૃહે પરત

પંચમહાલ જિલ્લામાં આજે કોવિડ-૧૯ સંક્રમણના ૩૦ નવા કેસ મળી આવતા સંક્રમણના કુલ કેસની સંખ્યા ૨૦૫૬ થઈ છે. જો કે સામે પક્ષે આજે ૪૮ દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા હાલની સ્થિતિએ જિલ્લામાં ૨૩૭ સક્રિય દર્દીઓ બાકી રહ્યા છે, જેમની સઘન સારવાર હાથ ધરવામાં આવી રહી છે. નવા મળી આવેલા કેસો પૈકી જિલ્લાના શહેરી વિસ્તારોમાંથી ૧૭ કેસો અને ગ્રામ્ય વિસ્તારોમાંથી ૧૩ કેસ મળી આવ્યા છે. ગોધરા શહેરમાંથી ૦૪ અને હાલોલમાંથી ૧૩ કેસ મળી આવ્યા છે. શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ ૧૬૨૮ કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં ગોધરા ગ્રામ્યમાંથી ૦૧, હાલોલ ગ્રામ્યમાંથી ૦૧, ઘોઘમ્બા ગ્રામ્યમાંથી ૦૧, કાલોલ ગ્રામ્યમાંથી ૦૮ અને શહેરા ગ્રામ્યમાંથી ૦૨ કેસ મળી આવ્યા છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સંક્રમણના કેસોની કુલ સંખ્યા ૪૨૮ થવા પામી છે. સારવાર બાદ સાજા થતા આજે કુલ ૪૮ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે કોરોનાથી સાજા થનાર દર્દીઓની કુલ સંખ્યા ૧૭૧૭થવા પામી છે. જિલ્લામાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા ૨૩૭ થઈ છે, જેમની સારવાર ચાલી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here