શહેરા નગર પાલિકા ખાતે ખાતે પ્રાંત અધિકારીશ્રીની અધ્યક્ષતામાં “મેરી મિટ્ટી મેરા દેશ” કાર્યક્રમના સુચારુ આયોજન માટે બેઠક યોજાઇ

શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

મેરી મિટ્ટી મેરા દેશ” કાર્યક્રમના સુચારુ આયોજન માટે નગરપાલિકા શહેરા ખાતે પ્રાંત અધિકારીશ્રી એન. કે પ્રજાપતિ
ની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં પંચપ્રાણ પ્રતિજ્ઞાઓ અંતર્ગત ગ્રામ પંચાયત કક્ષાએ કરવાના કાર્યક્રમોની વિસ્તૃત માહિતિશ્રી પાર્થ પટેલ તાલુકા વિકાસ અધિકારીશ્રી દ્વારા આપવામાં આવી હતી.નોડલ ઓફિસર દ્વારા ૯ મી ઓગષ્ટથી ૧૫મી ઓગષ્ટ સુધી હાજર રહી પ્રચાર પ્રસાર કરવા અને ગ્રામજનોને મેરી મિટ્ટી મેરા દેશ ઝુંબેશમાં જોડાવવા પ્રોત્સાહીત કરવા હાકલ કરવામાં આવી હતી. દેશની સેનામાં ચાલુ કે સેવા નિવૃતિ થયેલા વીર સપૂતોનું સન્માન, શહીદવિરોની યાદમાં સન્માન, આઝાદી કા અમૃત મહોત્સવ ઉપલક્ષમાં ૭૫ વૃક્ષોનું વાવેતર અને સંવર્ધન,કળશ યાત્રામાં ગામની માટીને રાષ્ટ્રીય રાજધાની સુધી પહોંચાડવા, સેલ્ફી પોઇન્ટ દ્વારા સેલ્ફી અપ લોડ કરી રાષ્ટ્ર વિકાસ માટે સંકલ્પ બંધ થઈ પ્રતિજ્ઞા શપથ લેવડાવવા હાકલ કરવામાં આવી હતી.
મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ દ્વારા રાષ્ટ્ર વિકાસમાં જીલ્લાના તાલુકા પોતાનું ઉત્તમ યોગદાન આપે અને તમામ પ્રકારના કાર્યક્રમો ગ્રામ પંચાયત ખાતે આયોજિત કરી ગ્રામજનો સહભાગી બની રાષ્ટ્ર ઉત્થાનમાં પોતાનો સિંહ ફાળો આપે તે માટે પ્રાંત ઓફિસરશ્રી શહેરા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં શ્રી પાર્થ પટેલ તાલુકા વિકાસ અધિકારીશ્રી શહેરા, સુશ્રી તેજલબેન ચીફ ઓફીસરશ્રી નગરપાલિકા શહેરા, રાયજીભાઈ નાયક, પ્રમુખશ્રી તાલુકા પંચાયત શહેરા ભારતસિંહ સોલંકી ઉપપ્રમુખશ્રી તાલુકા પંચાયત શહેરા, સામાજીક ન્યાય સમિતિના ચેરમેનશ્રી, ગ્રામપંચાયતોના સરપંચશ્રીઓ,તાલુકા અને જીલ્લા પંચાયત સદસ્યશ્રીઓ તથા લોકો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here