શહેરા નગરપાલિકાના સફાઈ કામદારોની હડતાળનો અંત…

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

શહેરા નગરપાલિકા ની નવી બોડી દ્વારા લેવાયેલા નિર્ણય ને લઈ સફાઈ કામદારો 2 દિવસ થી હડતાળ પર ઉતર્યા હતા

શહેરા નગરપાલિકા દ્વારા 19 એપ્રિલના રોજ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી તેમાં નગર તથા નગરની આજુ બાજુ નગરપાલિકા આવતા ગામડાઓ ને રોડ રસ્તા સ્ટેટ લાઈટો તથા વિકાસ ને લગતા કામોના ઠરાવો કરવામાં આવ્યા હતા ત્યારે અન્ય પણ નગરપાલિકા મા કામ કરતા મંજૂરી મહેકમ કરતા વધારે માણસો ને છુટા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેમા નગરપાલિકા ના 34 જેટલા જુના અને નવા માણસો ને મૌખિક મા કહી છુટા કરવામાં આવ્યા હતા અને સફાઈ કામદારોને એક દિવસના 4 કલાક કામ કરવાનું નવી બોડી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો આજ નિર્ણય ને સફાઈ કામદારો દ્વારા વિરોધ કરી હડતાળ પર ઉતર્યા હતા ત્યારે 7 તારીખના રોજ એક મિટિંગ યોજી સફાઈ કામદારોને રાબેતા મુજબ કામ કરવા ની માગણી સંતોષવામાં આવી હતી જેને સફાઈ કામદારો દ્વારા સફાઈ કામે જોડાયા હતા પણ જે 30 જેટલા આજે કેટલાયે વર્ષો થી નગરપાલિકા જોડે સનકડાયેલા હતા અને જેઓ હવે કોઈ કામ પર જઈ નહિ શકતા તો સુ તેઓને પણ પાછા નોકરી પર લેવામાં આવશે કે પછી તેઓને છુટા કરી દેવાશે.

શહેરા નગર પાલિકા ના ચીફ ઓફિસર નું કહે વુ છેકે જે સફાઈ કામદાર ની નબળી કામગીરી હશે તેમને છુટા કરવા માં આવશે તેમનું કહેવું છેકે હમેં તેમના સફાઈ કામદાર પ્રમુખ મહેશ ભાઈ સાથે મૈખિક ચર્ચા કરી છે.

આજ રોજ આ કોરીના મહામારીમાં સફાઈ કામદારો એ બે દિવસ ની હડતાળ બાદ તેઓ ની શહેરા નગર માં સફાઈ ની કામગીરી શરૂ કરી પરંતુ અમુક સફાઈ કામદારો માસ્ક કે હેન્ડ ગ્લોસ પહેરિયા વગર કામ કરતા હોય છે તો સુ તેમને આ મહામારી ની કોઈ ચિંતા નથી કે સૂ તેવું લાગી રહ્યું છે કે પછી તંત્ર દ્વારા તેમને કોઈ સુવિધા આપવામાં આવે છે કે નહીં તેવી શહેરા નગરના નગર જનો માં ચર્ચાઓ ચાલી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here