રાજપીપળામા પબ્લિક હોસ્પિટલ ચલાવનાર બોગસ તબીબે 37 દર્દીઓને મોતને ધાટ ઉતાર્યા

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

મનુષ્ય વધ નો ગુનો આચરનાર સામે પોલીસે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી

રાજપીપળા ન્યાયાલય ની બાજુ મા આવેલ રાજપીપળા પબ્લિક હોસ્પિટલ ના બોગસ તબીબે પોતાના દવાખાનામાં દર્દી ઓ ની સારવાર ના નામે દાખલ કરી 37 દર્દી ઓ ને મોત ને ધાટ ઉતાર્યા હોવાની ચોકાવનારી હકીકતો જાણવા મળી છે.

રાજપીપળા ખાતે વર્ષ 2018 થી જાન્યુઆરી 2021 ના ત્રણ વર્ષ ના ગાળામાં આરોપી ભાવેશભાઇ ઉર્ફે ભાવિકભાઇ લાલજીભાઈ કુકડીયા રહે. સી. 45 , વેદાનત રેસિડેન્ટસી, ભારત પેટ્રોલ પંપ ની પાછળ , વડોદરા જે મુળ રહેવાસી પીથલપુર ગામ , તા. પાલીતાણા , જીલ્લો ભાવનગર નાઓએ દવાખાના ની જગ્યા ભાડે લઇ દવાખાનુ ચલાવતો હતો. દવાખાનુ ચલાવનાર આ આરોપી પાસે બનાવટી મેડીકલ સર્ટિફિકેટ , તેમજ ડીગ્રીઓ હોવાનું પોલીસ તપાસ મા બહાર આવ્યું છે.

આરોપી આ બોગસ તબીબ પોતાની પાસે બનાવટી મેડીકલ સર્ટિફિકેટ અને ડીગ્રી હોવાનું જાણતો હોવા છતા દવાખાનુ ખોલી ને બેઠેલો જેથી સારવાર મેળવતાં દર્દી ઓ તેના દવાખાનામાં આવતા જે દરમ્યાન તેણે 200 જેટલા દર્દી ઓ ની સારવાર કરી હતી પરંતુ તેમાંથી સારવાર દરમ્યાન 37 દર્દી ઓ ના મોત નિપજ્યા હતા , જેથી આ તબીબ ઉપર મૃતકો ના પરિજનો એ ગંભીર આરોપ મઢ્યા હતા. અને પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

રાજપીપળા પોલીસે આ મામલે ધનિષ્ઠ તપાસ આદરીહતી અને તબીબ ના સ્વાંગ રચી બોગસ ડીગ્રી તેમજ મેડીકલ સર્ટિફિકેટ સાથે આ ઇસમ દવાખાનુ ચલાવતો હોવાનું બહાર આવ્યું હતું. દવાખાનામાં સારવાર માટે દાખલ કરવામાં આવેલ 37 દર્દી ઓ ના મોત અંગે તબીબ નેજ જવાબદાર ઠેરવી પોલીસે ગુન્હાહિત મનુષ્ય વધ નો ગુનો નોંધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here