શહેરા તાલુકાની ૫૬ ગ્રામ પંચાયતની ચૂંટણીઓનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પરીપૂર્ણ…

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

પાદરડી મતદાન મથક ખાતે મતદારોની લાંબી લાઈન વોટ નાખવા માટે લાગી હતી

શહેરા તાલુકામા 56 ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં યોજાઇ હતી.જ્યારે આ વખતની ગ્રામ પંચાયતની ચૂંટણીના 155 મતદાન મથકો ખાતે મતદારોનો ઉત્સાહ સવારથી જોવા મળ્યો હતો.પાદરડી મતદાન મથક ખાતે વોટ નાખવા માટે યુવાનો થી લઈને મહિલાઓ તેમજ સીનીયર સીટીઝન પણ લાઈનમાં ઊભા રહયા હતા. સાથે મતદાન મથક ખાતે આરોગ્યની ટીમ પણ જોવા મળી રહી હતી. પવન સાથે ઠંડીનું પ્રમાણ વધુ હોવા છતાં મતદાન મથકો ખાતે મતદારોની લાંબી લાઈન લાગેલ હતી. ઘણા બધા મતદાન મથકો ખાતે મતદારોની લાંબી કતારો જોવા મળતા મતદાન કરવાનો સમય પૂર્ણ થયા બાદ પણ મતદાન શરૂ રહે તેવી શક્યતાઓ હાલ જોવાઇ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here