નસવાડી તાલુકાના તણખલા ગામે બુથ પર સુવિધાના અભાવે મતદાતાઓ હેરાન…

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

મતદારો એ કરી ફરિયાદ કલાકો સુધી મતદારો ખડે પગે ઉભા રહી કંટાળી ગયા કર્મચારીઓ ની કામગીરી મા ધીમી ગતિએ થતા કામ ને લઈ મતદારો પરેશાન થયા એવી લોક મુખે ચર્ચા નો વિષય બન્યો

નસવાડી તાલુકાના તણખલા ગામે સાંકળ તણખલા ગ્રુપ શાળામાં જે બુથ આવેલ છે તેમાં પીવાના પાણી ની વ્યવસ્થા નથી અધિકારીઓ ધીમી ગતિએ કામ કરેછે અને જે મત બેલેટ થી આપવામાં આવેછે જેમાં સિક્કા મારી વોટ આપવામાં આવેછે તે સિક્કા બરાબર વાગતા નથી અને સહી પુરી થઈ ગઈ છે એમ ફોન મારફતે જવાબદાર અધિકારીને ફરિયાદ કરવા છતાં કોઈ ધ્યાન આપવામાં આવેલ નથી અને ઉમર લાયક માણસો આવે છે જે બીમારી થી પીડાય છે તેવા લોકોને પણ કલાકો સુધી ઉભા પગે રહેવું પડયું છે અને મતદારોના જણાવ્યા મુજબ જે મતદાન મથક માં અધિકારીઓ બેઠાછે તેમની કામગીરી ને લઈ મતદાન કમ્પાઉન્ડ માં ચર્ચાઓ સાંભળવા મળી છે જેમાં અધિકારીઓ ધીમી ગતિએ કામ કરી રહ્યા છે તે ઉતાવળ થી કામ કરે કારણ કે લોકો ત્રણ ત્રણ કલાક થી લાઈન મા ઉભા છે તો કામગીરી કેવી થઈ રહી છે જેના કારણે મતદારો બહાર લાઈન માં ઉભા થાકી રહ્યા છે અને મત આપવાના સિક્કા પણ બરાબર વાગતા નથી કારણ પૂછવામાં આવ્યું તો કોઈ જવાબ આપવામાં આવતો નથી પણ અંદર એજન્ટો દ્વારા જાણવા મળેલ છે કે સિક્કા મારવાની સહી ખૂટી ગઈ છે એટલા માટે સિક્કા બરાબર વાગતા નથી એમ બહાર કમ્પાઉન્ડમાં લોક મુખે ચર્ચાઓ થઈ રહી હતી હવે હકીકત અંદર શું છે તે તો મત આપવા વાળા જાણે…
બરોલી ગામે બુથ મુલાકાત લેતા ત્યાં બપોર સુધી ભીડ જોવા મળી હતી પરંતુ સાંજના ભીડ નહિવત પ્રમાણ માં જોવા મળી હતી અને ચાર વાગીને પિસ્તાલીસ સેકંડ સુધી 687 મત નાખવામાં આવ્યા હતા એમ ટોટલ મતદારોની સંખ્યા 771 છે પણ થોડો સમય બાકી હોવાના કારણે આગળ મતદારો મત નાખવા આવે એવી આશા બંધાયેલી છે અને ટોટલ કેટલા મત આવે છે તે જોવું રહ્યું..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here