શહેરા તાલુકાના રેણાં ગામે આવેલ પાનમ મુખ્ય કેનાલમાં લાકડા ભરેલ ટ્રક ખાબકી

શહેરા,(પંચમહાલ)
ઇમરાન પઠાણ

ટ્રક ચાલક સહિત અન્ય એક ઈસમને ઈજાઓ પહોંચતા બંનેને સારવાર અર્થે ખસેડાયા

શહેરા તાલુકાના રેણાં ગામે આવેલ પાનમ મુખ્ય કેનાલ પાસેથી એક ટ્રક નંબર જીજે ૦૯ વાય ૬૭૫૨ લાકડા ભરેલી ટ્રક પસાર થતી હતી, તે સમય દરમિયાન ટ્રકના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક કેનાલમાં ખાબકી ગઈ હતી, આ ટ્રક રેણાં ગામેથી નીલગીરીના લાકડા ભરીને રણધીકપુર જતી હતી ત્યારે આ ઘટના બની હતી, ઘટનાની જાણ પાનમ વિભાગના કર્મચારીઓને થતાં પાનમ વિભાગના કર્મચારીઓ તેમજ આસપાસના સ્થાનિકોને થતાં સ્થાનિકોના લોકટોળાં ઉમટ્યા હતા. આ ટ્રક કેનાલમાં ખાબકતા ટ્રક ચાલક સહિત અન્ય એક વ્યક્તિને ઈજાઓ પહોંચતા સ્થાનિક લોકો દ્વારા ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા બંને ઈજા ગ્રસ્તોને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા શહેરા રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here