રોજમદાર તરીકે ફરજ બજાવતા કામદારને રોજમદાર તરીકેની સળંગ નોકરી ગણી ૧૦ વર્ષનું પેન્શન તથા અન્ય લાભો આપવા હાઇકોર્ટનો આદેશ

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

ગુજરાત હાઇકોર્ટ દ્વારા મકાન અને માર્ગ વિભાગ પંચાયત સંતરામપુર નાકાઈ તથા કાર્યપાલક લુણાવાડા ચાલતા મકાન અને માર્ગ વિભાગ ની કચેરીમાં તારીખ ૨૧/૧/૪૭ થી રોજમદાર તરીકે ફરજ બજાવતા મનસુખભાઈ કનકા ભાઈ પરમાર ને તેમની નોકરી ના અરસા દરમિયાન તેઓને સરકાર શ્રી ના જાહેર કરેલ તારીખ૧૭/૧૦/૮૮ પરિપત્ર મુજબ ના લાભો આપવામાં આવતા હતા તેઓની ૬૦ વર્ષની ઉંમર પૂર્ણ થતા સરકારશ્રીના નિયત કરેલ નિયમો અનુસાર તેઓને તારીખ ૩૧/૧/૨૨ના રોજ તેમની નોકરી માંથી નિવૃત્ત કરવામાં આવેલ નિવૃત્તિ સમયે જે તે સમયના અધિકારીઓ દ્વારા અરજદાર એમ કે પરમાર ને તેમની રોજમદાર તરીકેની ૧૦ વર્ષની અગાઉની નોકરીનો સમયગાળો કપાત કરી કાયમી થયા બાદ નો સમયગાળો ગણિ પેન્શન યોજના નો લાભ આપવામાં આવે જેને લઇ કામદારે નારાજી વ્યક્ત કરી તેઓએ ગુજરાત સ્ટેટ લેબર ફેડરેશનના પ્રમુખ એ.એસ ભોઈ નો સંપર્ક કરી તેમને થયેલ અન્યાય બાબતે જરૂરી દસ્તાવેજો સહિત રજૂઆતો કરતા ફેડરેશન દ્વારા નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ રોજમદાર તરીકેની સળંગ નોકરી ઞણી કપાસ કરેલ ૧૦ વર્ષના બાકી નીકળતુ રિવાઇઝ પેન્શન મેળવવા માટે એસ સી એ અરજી નંબર ૨૫૦૬૧/૨૨ દાખલ કરવામાં આવે જે અરજીમાં અરજદાર તરફે ફેડરેશનના એડવોકેટ હાજર રહી કામદાર ને મળવાપાત્ર કપાત કરેલ દસ વર્ષનું પેન્શન મેળવવા જરૂરી દસ્તાવેજો રજૂ કરેલા ત્યારબાદ ગુજરાત હાઇકોર્ટ દ્વારા બંને પક્ષકારોના એડવોકેટ ની દલીલો સાંભળી ગુજરાત હાઇકોર્ટના માનનીય ન્યાયમૂર્તિ એમ.એમ ભટ્ટ સાહેબ દ્વારા અરજદાર એમ કે પરમાર ને તેમની રોજમદાર તરીકેની નોકરી નો સમયગાળો સળંગ ગણી બાકી નીકળતું રિવાઇઝ પેન્શન તેમજ મળવા પાત્ર તમામ પ્રકારના હક્કો ચૂકવી આપવાનો તારીખ ૭/૬/૨૩ ના રોજ હુકમ જારી કરવામાં આવેલ જે હુકમ થકી ગુજરાત ભરના તમામ વિભાગોના કામદારોને તેમની રોજમદાર તરીકેની ૧૦ વર્ષથી નોકરી સળંગ ગણી મળવાપાત્ર રીવાઈસ પેન્શન નો લાભ મળશે તેવી આશાથી તમામ વિભાગના કામદારોમાં આનંદની લાગણી પ્રવર્તી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here