નર્મદા વન વિભાગના સોરાપાડા રેન્જના RFO એ ગેરકાયદેસર સગેવગે થતા ખેરના લાકડા ઝડપી પાડયા

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

રાત્રિ પેટ્રોલીંગ દરમિયાન મારુતિ વાન પર શંકા જતાં તેનો પીછો કરતાં લાકડાચોર કાર મુકી ફરાર

ખેરના લાકડા 0.934 ધન મીટર કિંમત 25000 મારુતિ વાન કિંમત 50000 કુલ રુપિયા 75000 નો મુદ્દામાલ જપ્ત

નર્મદા જીલ્લા વન વિભાગના નાયબ વન સંરક્ષક ની સુચના અને તેઓને મળેલ બાતમીના આધારે સોરાપાડા રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર જે.એ. ખોખર સહિત તેમના ટીમના ફોરેસ્ટર પી.એસ ગોસાઇ, બીટગાર્ડ જે. આર. ભુંગળ , કે. બી .ગોહિલ , મુકેલ વસાવા અને રાકેશ વસાવા સહિતના વન કર્મચારીઓ એ ગતરોજ મોડીરાત્રે ગારદા ભુતબેડા રોડ પર વોચ ગોઠવી હતી. જે દરમ્યાન એક મારુતિ વાનના ચાલકે તેની કારને બાતમી આધારે રોકતા કાર ચાલક પોતાનું વાહન લઇ ઉભો ન રહેતા તેનો ફિલ્મી ઢબે પીછો વનવિભાગના કર્મચારીઓ એ કર્યો હતો.

મારુતિ વાન નંબર GJ 05 AG 9193 નો ચાલક તેણે પોતાના કબજાની કારમા ખેરના ગેરકાયદેસર રીતે લાકડા ભર્યા હોય તે પોતાની કાર લઇ ફરાર થતા પોતાના પાછળ વનવિભાગના કર્મ ચારીઓ આવે છે નુ જાણી જતા ભુતબેડા ગામની સીમમા કાર મુકીઅંધારામાં ફરાર થઈ ગયો હતો.

વન વિભાગના કર્મચારીઓએ વાનની તલાસી કરતા તેમાંથી ખેરના ગેરકાયદેસર રીતે લાકડા ભરેલા મળી આવ્યા હતા. વન વિભાગે 25000 ના લાકડા અને 50000 ની કિંમત ની કાર મળી 75000 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ખેરના લાકડાની હેરાફેરી કરનાર તત્વોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here