શહેરા તાલુકાની ૩૦૭ શાળાઓના ટેબ્લેટમાં શૈક્ષણિક મોબાઈલ મેનેજમેન્ટ ડીવાઈસ ઈન્સ્ટોલેશન કરાયું…

શહેરા,(પંચમહાલ)
ઇમરાન પઠાણ

સમગ્ર શિક્ષા, ગાંધીનગર સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર સાહેબની સૂચના અન્વયે શહેરા તાલુકાની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક તમામ શાળાઓને સમગ્ર શિક્ષા, ગાંધીનગર દ્વારા આપવામાં આવેલ ટેબલેટના માધ્યમથી ટેકનોલોજીનો ઉપયોગ કરી કરવામાં આવતી શૈક્ષણિક કામગીરી વધુ સરળ, સમયસર અને ઝડપી બનાવવા Camera, Chrome, Diksha, File Manager, Gyankunj, Messaging, Phone, Saral Data, Seqrite mSuite, Teams, Workplace વગેરે શૈક્ષણિક એપ્લિકેશનને મોબાઈલ ડિવાઈસ મેનેજમેન્ટ સોફ્ટવેરને બી.આર.સી.ભવન શહેરા ખાતે બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરા, ડૉ.કલ્પેશ આર.પરમારના માર્ગદર્શન હેઠળ ડેટા ઓપટેટર અને ઓફિસ આસિસ્ટન્ટ ગીતાબેન બારીઆ, સી.આર.સી.ખોજલવાસા જયપાલસિંહ બારીઆ, સી.આર.સી.પાલીખંડા હરેન્દ્રસિંહ સોલંકી, સી.આર.સી.નવી વાડી ગોવિંદ મહેરા અને તમામ ક્લસ્ટરના સી.આર.સી.કો.ઓર્ડીનેટરઓએ સંકલનમાં રહી ઈન્સ્ટોલેશન કામગીરી પૂર્ણ કરાઈ. બી.આર.સી.શહેરાએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં તમામ શાળાઓને ડીઝીટલ કામગીરી સાથે જોડી શિક્ષણને વધુ અસરકારક બનવવા સમગ્ર શિક્ષા અને શિક્ષણ પરીવાર શહેરા દ્વારા પ્રયત્નો કરવામાં આવશે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here