નાથપુરા મુકામે રાજ રાજેશ્વરીમા સિકોતરનું સામૈયું તથા તેરવાડીયા પરિવારનું સ્નેહમિલન કાર્યક્રમ ઉજવાયો

ડીસા,(બનાસકાંઠા) જાનવી રામાનંદી :-

તેરવાડીયા કુળની કુળદેવી સિકોતર કળિયુગમાં પણ પરચા આપી સતયુગ ની યાદ દેવડાવી

આજે કાંકરેજ તાલુકાના નાથપુરા ગામે ગામની વચ્ચોવચ બિરાજમાન રાજ રાજેશ્વરી માં સિકોતર સામૈયું તથા તેરવાડીયા પરિવારનું સ્નેહમિલન કાર્યક્રમ ઊજવવામાં આવ્યો જેમાં તેરવાડીયા કુળની કુળદેવી મા સિકોતર નું પ્રાચીન મંદિરમાંથી થોડાક સમય અગાઉ અંદાજિત ૧૦ લાખ રૂપિયાની ચોરી કરી ચોર નાસી છૂટયા હતા પણ કળિયુગમાં પણ મા સિકોતર તેમના ભક્તોની આસ્થા પૂરી કરી ચોર ચોરી કરેલી તમામ વસ્તુઓ ને લાવી આપી આ કળિયુગમાં બનેલી ઘટનાને તેરવાડીયા કુળના લોકોએ માતાજી માં આસ્થા અને શ્રદ્ધાનું પ્રતિક માની માતાજીના હર્ષોલ્લાસથી વધામણા કરી માતાજીનું સામૈયું તથા તેરવાડીયા પરિવારનું સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં તેરવાડીયા કુળના તમામ પરિવાર યુવાન મિત્રો અને મા સિકોતર ના ભુવાજી દિનેશભાઈ ત્રિવેદી એ આવનાર તમામ ભક્તોને અને તેરવાડીયા કુળને આશિષ વચનો આપ્યા હતા આ શુભ પ્રસંગે દેવ દરબાર ના મહંત 1008 શ્રી બળદેવ ગીરીબાપુ તથા રાંટીલાવાળા વાલજીબાપુ પણ હાજર રહીને ભક્તોને આશીર્વાદ આપ્યા હતા કલિયુગમાં પણ મા સિકોતર એ પોતાના મંદિર ઉપર ભક્તો દ્વારા જે ભેટસોગાદ તો અર્પણ કરી હતી તેને ચોરો પાસેથી પરત લાવી સતયુગ ના પરચા આવ્યા છે તેરવાડીયા કુલની કુળદેવી એ હંમેશા દરેક લોકોને આસ્થા અને મનોકામના પૂર્ણ કરી છે અને માતાજીના મંદિરે આવનાર ને કદી નિરાશ કરીને મૂક્યા નથી. નાથપુરા મુકામે આજના કાર્યક્રમ નું તમામ આયોજન તેરવાડીયા પરીવાર તરફથી કરવામાં આવ્યું હતું જેમાં તેરવાડીયાના વડીલો,યુવાન મિત્રોએ આવનાર ભક્તો ને ભોજન પ્રસાદ ની વ્યવસ્થા કરીને તમામનું સ્વાગત કર્યું હતું… અને તમામ તેરવાડીયા પરિવારના લોકોએ આજે મા સિકોતર ના ચરણમાં શીશ નમાવી આગળના જીવનમાં પણ માં તેમના ઉપર દયા અને અમી દ્રષ્ટિ રાખે એવી અરજ પણ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here