શહેરા તાલુકાના ધામણોદ ગામે જમીન બાબતે મારામારી થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો…

શહેરા,(પંચમહાલ)
ઇમરાન પઠાણ

શહેરા તાલુકાના ધામણોદ ગામના રાયણ ફળિયામાં રહેતા પ્રભાતસિંહ બારિયા આ ગામના સોમાભાઇ પટેલની છોકરીની માલિકીની સર્વે નંબરની જમીન વેચાણથી લીધેલી હતી. તે જમીનમાં રહેણાંક મકાનનું બાંધકામ પ્રભાતસિંહ બારિયા દ્વારા શરૂ કરવામાં આવતા આજ ગામના લલ્લુભાઈ પટેલ, રંગીત ભાઈ લક્ષ્મણભાઈ પટેલ, મધુબેન પટેલ તેમજ નરવતભાઈ ઉર્ફે નટુભાઇ શનાભાઇ પટેલ સહિતનાઓ આ જમીન વેચાણ બાબતે ફળિયાના કોઈને જાણ કરી નથી. તેમ કહીને અપશબ્દો બોલવા સાથે ઝઘડો શરૂ કરી દીધો હતો. જોતજોતામાં આવેશમાં આવીને નરવત પટેલએ ખુલ્લી જગ્યામાં પશુઓ માટે આઠ ટ્રેક્ટર જેટલું એકઠુ કરેલ ઘાસ પર દિવાસળીની સળી સળગાવીને નાખતા આગ લાગી હતી. આગ વધુ લાગવાના કારણે બળતણ માટેના લાકડા પણ આગમાં બળીને ખાખ થઇ ગયા હતા. તેમજ રંગીત પટેલ અને મહિલા મધુબેન એ સ્વીફ્ટ ડિઝાઇર કાર પર પથ્થરમારો કરીને તેના કાચ તથા બોડીને નુકશાન કરવા સાથે જનરેટરને તોડફોડ કરતા પોલીસ મથક ખાતે પ્રભાતસિંહ બારિયાએ ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે ફરિયાદીના ફરિયાદના આધારે રૂપિયા 1,95000 નુ નુકશાન સાથે ચાર સામે ગુનો નોધીને કડક કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યારે બીજી તરફ પોલીસ મથક ખાતે રંગીત ભાઈ લક્ષ્મણ ભાઈ પટેલએ ધીરાભાઈ બારીયા સહિત ત્રણ વ્યક્તિઓ સામે અપશબ્દો બોલવા સાથે ગડદા પાટુ મારવા અને લોખંડની નરાસ પગના ભાગમા મારતા હાડકું તૂટી જતા ફરિયાદ નોંધાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here