સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી ભયજનક સપાટીથી માત્ર 8 સે.મી. દુર

કેવડીયા કોલોની,(નર્મદા)
આશિક પઠાણ

નર્મદા ડેમની જળસપાટી સાંજે 6-00 કલાકે 138.60 મીટરે નોધાઇ–ભયજનક સપાટી 138.68 મીટર

આજરોજ 9-30 કલાકે ડેમની જળસપાટી 138.68 મીટરે પહોચતાં નર્મદાના નીરના વધામણા કરાશે

નર્મદા વિભાગના મંત્રી યોગેશભાઈ પટેલ SSNNL ના વહીવટી સંચાલક ડૉ રાજીવકુમાર ગુપ્તાની ખાસ ઉપસ્થિત

રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમા સતત વધારો નોંધાઇ રહ્યો છે, ત્યારે નર્મદા ડેમ ખાતે ડેમ બન્યા બાદ ચાલુ ચોમાસાની સીઝન દરમ્યાન સહુ પ્રથમ જ વાર ડેમની સપાટી આજરોજ સાજે 6-00 કલાકે 138.60 મીટરે નોધાઇ હોવાનું જાણવા મળ્યું છે.

નર્મદા ડેમની ભયજનક જળસપાટી 138.68 મીટરની છે ત્યારે ભયજનક જળસપાટી તરફ ડેમ સતત આગળ વધી રહ્યો છે ઉપરવાસ માંથી પાણીની ભારે આવક થતાં ડેમની જળસપાટીમા સતત વધારો નોંધાઇ રહ્યો છે . આજરોજ સવારે 8-00 કલાકે જળસપાટી 138.52 મીટરે નોધાઇ હતી. જેમાં ચાર કલાકમા 6 સે.મી. નો નોંધપાત્ર વધારો નોંધાયો હતો અને બપોરે 12-00 કલાકે જળસપાટી 138.58 મીટરની સપાટીએ પહોંચી હતી. ત્યારબાદ સાંજે 6-00 કલાકે ડેમની જળસપાટીમા સતત વધારો થતા સપાટી 138.60 મીટરે પહોચી હોવાનું જાણવા મળ્યું છે .

ડેમ ખાતે 99634 કયુસેક પાણીની આવક થતાં માત્ર 3454 કયુસેક પાણીની જાવક થઇ રહી છે. ત્યારે નર્મદા ડેમ તેની ભયજનક સપાટીથી માત્ર 8 સે મી. જેટલો જ દુર હોવાની આ ઐતિહાસિક ધટના ચાલુ ચોમાસાની સીઝન દરમ્યાન ઘટી છે. રાજ્ય સરકારના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આ અંગે અગાઉ જાહેરાત પણ કરી ચુક્યા હતા કે નર્મદા ડેમને 138.68 મીટર સુધી સંપૂર્ણ ભરાશે ત્યારે હાલ એમના કથન મુજબ ડેમ ગણતરીના કલાકો માજ ભયજનક સપાટી સુધી જો ડેમ માથી પાણી છોડવાની ફરજ ન પડે તો ભરાવાની શકયતાઓ વર્તાઇ રહી છે.

આજરોજ તા 17 મી ના રોજ નર્મદા ડેમ ખાતે સવારે 9-30 કલાકે નર્મદા નદી ના નીર ના વધામણા કરાશે જે પ્રસંગે નર્મદાવિભાગ ના રાજય કક્ષા ના મંત્રી યોગેશભાઈ પટેલ અને SSNNL ના વહીવટી સંચાલક ડૉ રાજીવકુમાર ગુપ્તા ખાસ ઉપસ્થિત રહેશે નુ જાણવા મળ્યું છે.અને નર્મદા ડેમ સવારે ભયજનક સપાટી 138.68 મીટર સુધી ભરવાની દિશા મા ડેમ ના સંચાલકો સુવ્યવસ્થિત આયોજન મા લાગ્યા હોવાનું પણ જાણવા મળેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here