નર્મદા : સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઈજારેદાર L & T ને કર્મચારીઓનો બે મહિનાનો બાકી પગાર ચુકવવા નોટીસ

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

લોકડાઉન દરમ્યાન પોતાના કર્મચારીઓને પગાર નહીં ચૂકવતા લાર્સન એન્ડ ટુબ્રો (L&T) કંપનીને મુખ્ય વહીવટદારશ્રીની કચેરી, સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફથી અપાઈ નોટીસ

લાર્સન એન્ડ ટુબ્રો (L&T) કંપનીએ તાત્કાલિક પગાર ચૂકવ્યો…

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરજ બજાવતા કર્મચારીઓને ૨(બે) મહિનાથી પગાર નહીં મળતા ભારે હોબાળો મચ્યો હતો કર્મચારીઓએ કામકાજ પણ કર્યુ હતુ જેથી આ બાબતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના વહીવટદાર દ્વારા આ બાબતે સ્પષ્ટતા કરવાની ફરજ પડી હતી. સ્ટેચ્યુ દ્વારા જણાવવામાં આવેલ કે જેઓને પગાર ચુકવાયા નથી આ તમામ કર્મચારીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીના કોન્ટ્રાકટર લાર્સન એન્ડ ટુબ્રો (L&T) હસ્તક ફરજ બજાવે છે.

આ સમગ્ર બાબત ગત રોજ મુખ્ય વહીવટદારશ્રીની કચેરી, સ્ટેચ્યુ ઓફ યુનિટીના ધ્યાને આવેલ જે બાદ લાર્સન એન્ડ ટુબ્રો (L&T) ને નોટીસ આપી ખુલાસો માંગવામાં આવેલ અને તાત્કાલિક અસરથી કર્મચારીઓને પગાર ચૂકવી આપવા નોટિસ આપવામાં આવેલ જે બાદ તમામ કર્મચારીઓને તેમનો નિયત પગાર ચૂકવી દેવામાં આવેલ હતો.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં લોકડાઉન લાગુ પડ્યુ તે દિવસથી જ રાજ્ય સરકારે આદેશ કરેલ કે તમામ સરકારી કચેરી હસ્તકના તમામ કાયમી અને આઉટસોર્સિંગ એજન્સીના કર્મચારીઓને પગાર ચૂકવવો તે મુજબ મુખ્ય વહીવટદારશ્રીની કચેરી, સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે જોડાયેલ તમામ એજન્સીને લેખિતમાં જાણ કરી તેમના હસ્તકના તમામ આઉટસોર્સિંગ કર્મચારીઓને તેમનો નિયત કરાયેલ પગાર ચુકવવા જાણ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here