શહેરા તાલુકાના દલવાડા ગામના ડોડીયાણી ફળીયાના એક રહેણાંક મકાનમાંથી રૂ.41,250 નો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, બુટલેગર પોલીસ પકડથી દૂર

શહેરા,(પંચમહાલ)
ઈમરાન પઠાણ

પંચમહાલ જિલ્લાના શહેરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર એન.એમ.પ્રજાપતિને ખાનગી રાહે બાતમી  મળી હતી કે દલવાડા ગામના ડોડીયાણી ફળિયામાં રહેતા બળવંત ઉર્ફે કાળુભાઈ રતનભાઈ સીસોદીયા પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટો વિદેશી દારૂ વેચવાનો ધંધો કરે છે, આ અંગેની બાતમીના આધારે શહેરા પોલીસ મથકના સ્ટાફે દલવાડા ગામના ડોડીયાણી ફળિયામાં રહેતા બળવંત ઉર્ફે કાળુભાઈ સીસોદીયાના રહેણાંક મકાનમાં અચાનક રેઇડ કરતા બળવંતભાઈ પોતાના મકાન પર મળી આવ્યા ન હતા જોકે મકાનમાં તપાસ કરતા પાછળના ખંડમાં ખૂણાના ભાગે સંતાડી રાખેલ વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની 444 બોટલ મળી આવી હતી, જેથી પોલીસે રૂ.41,250 નો વિદેશી દારૂનો જથ્થો કબ્જે કરી આ વિદેશી દારૂનો જથ્થો રાખનાર બળવંત ઉર્ફે કાળુભાઈ રતનભાઈ સીસોદીયા સામે પ્રોહીએક્ટ મુજબનો ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here