નર્મદા જિલ્લામા કૂલ 5 કેસ પોઝિટિવ આવતા પોઝિટિવ દર્દીઓની સંખ્યા 860 ઉપર પહોંચી

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

રાજપીપળાના આરબટેકરા અને શર્મા કોમપલેક્ષ સામેથી પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા

તિલકવાડા તાલુકામા 2 અને ગરુડેશ્વરમા 1 કેસ નોંધાયો

નર્મદા જિલ્લામામાથી આજરોજ 05 પોઝિટિવ દર્દી મળી આવ્યા હતા જેમા આરટીપીસીઆર ટેસ્ટમા -04, અને રેપિડ ટેસ્ટ ના 01 કેસ પોઝિટિવ આવેલ છે. તિલકવાડા તાલુકામા -02,ગરુડેશ્વર તાલુકામા -01,અને રાજપીપલામા નગર માંથી -02કેસ પોઝિટિવ નોંધાયા હોવાનું એપેડેમીક મેડીકલ ઓફિસર ડો કશ્યપ દ્વારા જાણવા મળેલ છે.

તિલકવાડા તાલુકામા અલવા અને બુન્જેઠામા એક એક કેસ પોઝિટિવ મળી આવ્યા હતા, તેમજ ગરુડેશ્વર તાલુકામા કેવડીયા ખાતે એક કેસ અને રાજપીપલામા આરબ ટેકરા અને શર્મા કોમ્પલેક્ષની સામેથી એક એક કેસ પોઝિટિવ મળી આવ્યો છે, વડોદરા ખાતે રીફર 04 દરદીઓને રિફર કરાયા છે. નર્મદા જીલ્લા મા આજદીન સુધી કુલ પોઝિટિવ કેસનો આંકડો 860 પર પહોચ્યો છે. આજદિન સુધીમા કોવીડ હોસ્પિટલ માથી 412અને કોવીદ કેર માથી 387મળી કૂલ 799ને રજા આપવામાં આવી છે.

આજે કુલ આર. ટી પી સી આર ના 19 ,ટ્રુ નેટ -01 અને એન્ટીજન ટેસ્ટના 310 મળીકૂલ 330ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે વડોદરા મોકલ્યા હોવાનું પણ જાણવા મળેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here