શહેરા તાલુકાના ઝોઝ ગામની સીમમા કેનાલ પાસે આવેલ મકાનમા સંતાડી રાખેલ વિદેશી દારૂ ભરેલ કવાટરીયા તથા બીયર ટીન ઝડપી પાડતી પંચમહાલ જીલ્લા એલ.સી.બી. પોલીસ

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

વિદેશી દારૂ ભરેલ કવાટરીયા તથા બીયર ટીનની નાની મોટી બોટલો નંગ -૪૨૦ કિ.રૂ .૩૨,૯૨૮ / નો પ્રોહી મુદ્દામાલ ઝડપાયો

પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી એમ.એસ.ભરાડા સાહેબશ્રી નાઓના માર્ગદર્શન મુજબ પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી સાહેબ નાઓએ આપેલ માર્ગદર્શન અને સુચના મુજબ પોલીસ ઇન્સ્પેકટર શ્રી જે.એન.પરમાર એલ.સી.બી. ગોધરા નાઓએ અત્રેના જીલ્લામા દારૂની અસામાજીક પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા માટે ખાનગી બાતમીદારો રોકી જરૂરી કાર્યવાહી કરતા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એમ.કે.ખાંટ એલ.સી.બી. ગોધરા નાઓને ખાનગી બાતમીદાર દ્વારા ચોક્કસ બાતમી મળેલી કે . શહેરા તાલુકાના ઝોઝ ગામે હોળી ફળીયામા રહેતો બીપીનભાઇ સુખાભાઇ બારીઆ નાનો તેના કબજા ભોગવટના ઝોઝ ગામે પસાર થતી સુજલામ સુફલામ પાનમ કેનાલ પાસે આવેલ ખેતરમાં બનાવેલ કોટવાળા પાકા મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખી ધંધો કરે છે તેવી મળેલ બાતમી આધારે ગોધરા એલ.સી.બી. સ્ટાફના માણસોએ બાતમીવાળી જગ્યાએ જઈ રેઈડ કરતા નીચે મુજબનો પ્રોહી મુદ્દામાલ મળી આવેલ છે . કબજે કરેલ મુદ્દામાલ | ( ૧ ) વ્હાઈટ નેગ્રો વ્હીસ્કીની પેટીઓ નંગ -૭ જેમા કાચના કવાટરીયા નંગ -૩૩૬ કિ.રૂ .૨૬,૮૮૦ / ( ર ) કીંગ ફીસર સ્ટ્રોંગ પ્રિમીયમ બીયરની પેટીઓ નંગ -૩ તથા છુટ્ટા બીયર ટીન મળી કુલ નંગ -૮૪ કિ.રૂ .૬,૦૪૮ / નાની મોટી બોટલો નંગ -૪૨૦ / – કી.રૂ .૩૨,૯૨૮ / આરોપીનું નામ | ( ૧ ) બીપીનભાઇ સુખાભાઇ બારીઆ રહે . ઝોઝ હોળી ફળીચું તા.શહેરા જી.પંચમહાલ , ઉપરોકત આરોપી વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી શહેરા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એકટની જુદી જુદી કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here