શહેરા તાલુકાના દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે રિસોર્સ રૂમ શરૂ કરવાની આયોજન બેઠક યોજાઈ…

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

શહેરા તાલુકામાં 22 ક્લસ્ટરની 307 શાળાઓમાં 817 જેટલા દિવ્યાંગ બાળકો વર્તમાન સમયે શિક્ષણ મેળવી રહ્યા છે. તેમને દિવ્યાંગતાનું શિક્ષણ, તાલીમ અને જરૂરી થેરાપી સેવાઓ આપવા માટે બી.આર.સી.ભવન શહેરા ખાતે આઈ.ડી.એસ.એસ. તેમજ સ્પેશિયલ એજ્યુકેટર સ્ટાફ તમામની આયોજન બેઠક બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરા ડૉ.કલ્પેશ આર.પરમારની અધ્યક્ષતામાં યોજવામાં આવી. તેમના જણાવ્યા અનુસાર દિવ્યાંગ બાળકોને દિવ્યાંગતાના શિક્ષણ થકી આત્મ નિર્ભર બનાવવા માટે રીસોર્સ રૂમ કરવામાં આવનાર છે. જેમાં મંગળવારે દ્રષ્ટિક્ષતિ, શ્રવણ ક્ષતિ (HI / VI), ગુરુવારે શારીરિક વિકલાંગ, સેરેબ્રલપાલ્સી, બહુ વિકલાંગ તેમજ શુક્રવારે માનસિક ક્ષતિ, MR, (ID), ASD, SLD સાથે થેરાપીસ્ટની વ્યવસ્થા કરવામાં આવશે. રિસોર્સ રૂમમાં મંગળવાર, ગુરુવાર અને શુક્રવારનો સમય 11.00 થી 05 : 00 કલાક સુધી રહેશે. જે દરમિયાન શ્રવણ ખામી ધરાવતા બાળકોને સ્પીચ અને ઓડિટ્રી ટ્રેનિંગ, બ્લાઈન્ડ બાળકોને બ્રેઈલ તાલીમ, ડિસેબીલીટી અને એબીલીટી મુજબ શિક્ષણ, વોકેશનલ, પ્રિ-વોકેશનલ તાલીમ વગેરેનું માર્ગદર્શન આઈ.ઈ.ડી. વિભાગના કર્મચારીઓ દ્વારા આપવામાં આવશે. રિસોર્સ રૂમ ખાતે આવનાર તમામ બાળક વાલીને દૈનિક ₹.150/- મુજબ વાર્ષિક ₹.2500/- ની મર્યાદાને ધ્યાનમાં રાખી મળવાપાત્ર ભાડું બાળકના બેંક ખાતામાં એકાઉન્ટમાં જમા કરવામાં આવશે. રીસોર્સ રૂમ ખાતે આઈ.ઈ.ડી. વિભાગના કર્મચારીઓ કેટેગરી મુજબ માર્ગદર્શન હેતુથી ફાળવણી કરવામાં આવી હતી. રિસોર્સ રૂમ ખાતે કોવિડ – 19 અને શિક્ષણ વિભાગની SOP ની ગાઈડલાઈન અનુસરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here