શહેરા ખાતે ગ્રામ પંચાયતની ચૂટણીના ઉમેદવારી ફોર્મ લેવા ઉમેદવારી કરનારાઓનો જમાવડો

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

પંચમહાલ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચુંટણીને લઈને આજથી ઉમેદવારી ફોર્મ ની વહેચણી શરૂ કરવામાં આવી છે. જેને લઇને ચૂંટણી લડવાની ઇચ્છા ધરાવનારા ઉમેદવારોએ શહેરા ખાતે આવીને ઉમેદવારી ફોર્મની ખરીદી કરી હતી. શહેરા સેવાસદન અને તાલુકા પંચાયત ખાતે ઉમેદવારી ફોર્મ ની વહેચણી શરૂ કરવામાં આવી છે. ચૂંટણીનો માહોલ ને લઈને કચેરીઓમાં ચહલ-પહલ વધી છે.

પંચમહાલ જીલ્લામાં ગ્રામ પંચાયતની ચુટણીનો માહોલ શરૂ થયો છે.શહેરા તાલુકામાં ૫૮ જેટલી ગ્રામ પંચાયતોમાં ચુટણી સરપંચ અને સભ્યપદની ચુટણીઓ યોજાવાની છે.જેને લઈને સોમવારથી ઉમેદવારી ફોર્મનુ વિતરણ શરૂ કરવામા આવ્યુ છે.આગામી ૧૯ ડીસેમ્બરના રોજ ચુટણી યોજાવાની છે.શહેરા તાલૂકામાં સરપંચ અને સભ્યપદની ચુટણીને લઈને ઉમેદવારી ફોર્મનુ વિતરણ શરૂ કરવામા આવ્યુ છે.શહેરા તાલૂકા પંચાયત અને શહેરા સેવાસદન ખાતે ફોર્મનુ વિતરણ શરૂ કરવામા આવ્યુ છે.સરપંચ અને સભ્ય બનવા ઈચ્છનારાઓ ફોર્મ લેવા ઉમટી પડ્યા હતા.ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૪ ડિસેમ્બર છે. જેને લઈને ઉમેદવારી ફોર્મનુ વિતરણ શરૂ કરવામા આવ્યુ છે.સવારથી સરપંચ અને સભ્ય પદના ઉમેદવારી ફોર્મ લેવા શહેરા તાલૂકામાથી ઉમેદવારી કરવાની ઇચ્છા ધરાવનારા વાચ્છુકો ઉમટી પડ્યા હતા.ઉમેદવારી ફોર્મ લેવા માટે જરુરી સરકારી પુરાવો આપવાનો હોય છે.અને રજીસ્ટરમાં નોંધણી કર્યા બાદ ફોર્મ વિતરણ કરવામા આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here