શહેરામાં બસ સ્ટેશન વિસ્તારમા આવેલી હેરસલૂનના દૂકાનદારે જાહેરનામાનો ભંગ કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

પંચમહાલ જીલ્લાના શહેરાનગરમાં બસ સ્ટેશન વિસ્તારમા આવેલી હેરસલૂનના દૂકાનદારે જાહેરનામાનો ભંગ કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

પંચમહાલ જીલ્લામાં હાલમા કોરોના મહામારીને લઈને જાહેરનામૂ બહાર પાડવામા આવ્યુ છે.જેમા નિતીનીયમોનુ પાલન કરવાનૂ રહેછે.પરંતુ કેટલાક લોકો તેનુ પાલન ન કરતા તેમની સામે કાર્યવાહી કરવામાં આવે છે.શહેરા પોલીસની ટીમ જ્યારે પ્રેટોલિંગમાં હતી.ત્યારે એસ.જે.દવે હાઇસ્કુલ પાસે આવેલી એક હેરસલુનની દૂકાન ખૂલ્લી હતી,તેના માલિકને નામ પૂછતા તેનુ નામ લક્ષ્મણભાઈ સોમાભાઈ રાવળ હોવાનુ જણાવ્યુ હતુ,દૂકાનમાં ત્રણ ચાર માણસો પણ બેઠા હતા.પોલીસે આ મામલે દૂકાનદાર સામે ગુનો નોધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here