શહેરાથી કાંકરી જતા રોડ પર ઝેરી કેમિકલ ઠાલવીને અજાણ્યા ઈસમો ફરાર…

શહેરા,(પંચમહાલ )ઇમરાન પઠાણ :-

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના કાંકરી ગામથી ખરેડીયા ગામની વચ્ચેના ખુલ્લી જગ્યામાં કોઈ અજાણ્યા ઈસમો દ્વારા ઝેરી કેમિકલ ફેકીને જતા રહેવાની ઘટના બહાર આવી છે.આ કેમિકાલ કોણ ફેકી ગયુ તે એક સવાલ છે,પણ આ કેમિકલથી આસપાસ જંગલ વિસ્તારમાં ચરતા પશુઓ કઈ થાય તો તેનુ જવાબદાર કોણ તે પણ એક સવાલ છે. આ મામલે તંત્ર પણ જરુરી કાર્યવાહી કરે તે જરુરી છે.

પંચમહાલ જીલ્લામાં ઘણી જગ્યાએ કેમિકલ નાખી જવાની ઘટના બનતી હોય છે.શહેરાથી અંદાજીત બે કિમી કાંકરી અને ખરેડીયાની વચ્ચે આવેલા રોડની બાજુ આવેલા ખાડામાં કોઈ અજાણા ઈસમો દ્વારા કેમિકલ નાખી જવાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. આ કેમિકલ એટલુ અસરકારક છે કે તેના કારણે આસપાસનુ ઘાસ અને બે ત્રણ વૃક્ષો પણ શુકાઈ જવા પા્મ્યા છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા આ કેમિકલ કોણ નાખી ગયુ તેવો સવાલ આસપાસના લોકોમાં ચર્ચાઈ રહ્યો છે, ત્યારે જો શહેરાનગરમા લગાવામા આવેલા સીસીટીવી ચેક કરવામા આવે તો કોણ આ કેમિકલ નાખી ગયુ તેની વિગત બહાર આવી શકે છે.તે આપહેલા પણ એક વખત કેમિકલ નાખી જવાયુ હતુ.ત્યારે આ કેમિકલથી આસપાસ ચરતા પશુઓને પણ જીવનુ જોખમ તોળાઈ રહયુ છે.ત્યારે આ મામલે જવાબતંત્ર શુ પગલા લે છે તે જોવુ રરહ્યું…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here