વેજલપુર પોલીસે કતલના ઈરાદે ગૌવંશની હેરફેર કરતા પીકઅપ વાન સહિત ચાલકની ધરપકડ કરી.

રૂ.૩,૨૩,૦૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડયો.

કાલોલ(પંચમહાલ)
મુસ્તુફા મિર્ઝા

કાલોલ તાલુકાના વેજલપુર પોલીસ સ્ટેશનના સિનિયર પી.એસ.આઇ. એન.એમ. રાવત વેજલપુર ખરસાલિયા ચોકડી વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા ત્યારે તેઓને બાતમી મળેલ કે એક સફેદ રંગનું મહિન્દ્રા પિકઅપ ડાલુ જી.જે ૨૩ વાય ૭૬૯૯ માં ગાયો અને વાછરડું વાઘોડિયા તાલુકાના ગોરજ ગામેથી ભરીને વેજલપુર ગામના મોહસીન ઇશાક પાડવાના ઘરે લઈને આવનાર છે તેવી પાકી બાતમીના આધારે વેજલપુર પોલીસ સ્ટાફ દ્વારા હાલોલ તરફથી આવતા વાહનોની તપાસ હાથ ધરી વોચ ગોઠવી તે સમયે બાતમીવાળો પિકઅપ ડાલુ દૂરથી આવતા તેને રોકવા માટે ઇશારો કરતા તેનો ચાલક પોતાનું વાહન મૂકીને નાસવા જતા પોલીસે તેનો દોડીને પકડી પાડેલ તેનું નામ પૂછતા જગદીશભાઈ રતિલાલ પરમાર રહેવાસી ગોરજ તાલુકો વાઘોડિયા હોવાનું જણાવેલ પોલીસે પિકઅપ ડાલાની અંદર તપાસ કરતા બે ગાયો તથા એક વાછરડું ટૂંકા જોરથી ક્રુરતાપૂર્વક બાંધી રાખેલ કોઈપણ જાતનું ઘાસચારો અને પાણીની સગવડ વિના જોવા મળેલ વેજલપુર પોલીસ ગાયો તથા વાછરડું કિંમત રૂપિયા ૨૩,૦૦૦/- તથા પીક અપ ડાલું રૂ.૩,૦૦,૦૦૦/- મળી કુલ રૂ ૩,૨૩,૦૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડી જગદીશભાઈ રતિલાલ પરમાર તથા મોહસીન ઇશાક પાડવા વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here