વેજલપુર પોલીસ સ્ટેશન દ્વારા મારૂતિ સુઝુકી અલ્ટો ગાડી ઉપર ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂના જથ્થાની હેરાફેરી કરતા બે ઇસમોની ધરપકડ..

વેજલપુર પોલીસ સ્ટેશન દ્વારા મારૂતિ સુઝુકી અલ્ટો ગાડી ઉપર ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂના જથ્થાની હેરાફેરી કરતા બે ઇસમો સહિત રૂ.૨૭,૭૨૦/- નો પ્રોહી જથ્થો મળી કુલ રૂ.,૨,૭૭,૭૨૦/- નો મુદામાલ ઝડપી પાડવામાાં આવ્યો.

કાલોલ(પંચમહાલ)
મુસ્તુફા મિર્ઝા

પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવુતિઓ નેસ્ત નાબુદ કરવા અને સદંતર કરાવવા જરુરી સુચના આપેલ હોય જે અન્વયે વેજલપુરના સીનીયર પો.સ.ઇ.એન.એમ.રાવત તથા વેજલપુર પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે પો.સ્ટે. વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન પો.સ.ઇ એન.એમ.રાવત ને બાતમી મળી કે કાલોલ તાલુકાના વાાંટા વરવાડા ગામનો જયદ્રથસિંહ નરેન્દ્રસસિંહ ચાવડા તથા ઘોઘાંબા તાલુકાના શીહોરની મુવાડી ગામનો નીકુલ દીલીપસસહ જાદવએ બન્ને જણા એરાલ ગામ તરફથી મારૂતિ સુઝુકી અલ્ટો ગાડી નંબર: G.J.06 P.A.1565 માં ઇંગ્લીશ દારૂ ભરી ભાદરોલી ગામ તરફ આવનાર છે. તેવી મળેલ ચોકકસ બાતમી હકીકત આધારે ભાદરોલી ગામની સીમમાં દૂધવા ત્રણ રસ્તા ઉપર વોચ કરી અલ્ટો ગાડી તેમજ બે ઇસમોને ઝડપી પાડેલ અને અલ્ટો ગાડી નંબર: G.J.06 P.A.1565 માાંથી ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની ૧૮૦ મી.લી.ના રોયલ બાર પ્રસ્ટીંજ ગ્રેઇન વ્હીસ્કીના કવાટકરની પેટીઓ નંગ ૫ કવાટર નંગ- ૨૪૦ તથા છુટા કવાટરીયા નંગ-૨૪ મળી કુલ કવાટકર નંગ-૨૬૪ જેની કુલ કીમત.રૂ.૨૭,૭૨૦/- તથા મારૂતિ સુઝુકી અલ્ટો વી.એકસ.આઇ ગાડી નંબર: G.J.06 P.A.1565 ની કીમત રૂ.૨,૫૦,૦૦૦/- મળી કુલ .રૂ.૨,૭૭,૭૨૦/- ના મુદ્દામાલ સાથે આરોપી (૧) જયદ્રથ સિહ નરેન્દ્ર સિહ ચાવડા રહે. વાાંટા વરવાડા તા.કાલોલ (૨) નિકુલ દીલીપ સિહ જાદવ રહે-શિહોરની મુવાડી પોસ્ટ ભલોડ તા. ઘોઘાંબાનાઓ વિરુદ્ધ પ્રોહી. એકટ કલમ ૬૫ એ, ૬૫ ઈ ,૮૧,૯૮(૨), મુજબનો ગુન્હો રજી.કરી ગણનાપાત્ર કેસ શોધી કાઢી કાયદેસર કરી તપાસ હાથ ધરી છે.

વેજલપુર પોલીસ પટેલ દારૂના જથ્થા સહિત આરોપીઓની તસવીર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here