મોરબીમાં હોટલ મેનજરે વેક્સિનનો ડોઝ ના લેતા પોલીસે ગુનો નોંધ્યો…

મોરબી, આરીફ દિવાન :-

કોરોના હળવો થયો છે ગયો નથી જેના પરિણામે તાજેતરમાં જ દેશના વડાપ્રધાને તત્કાલ અધિકારીઓ સાથે મીટિંગ કરી કોરોના મુક્ત લોકો રહે તેવા પ્રયાસો હાથ ધર્યા છે એવા સમયે લોકોએ પણ જાગૃતતા રાખવી જોઈએ અને લોકોના આરોગ્યનું જતન લોકોએ જ રાખવામાં ના લોકો નિષ્ફળ રહેતા હોય તેના સામે તંત્ર વાહકોએ જિલ્લા કલેક્ટરના જાહેરનામાના અંતર્ગત કાયદાનું શાસ્ત્ર ઉઠાવ્યું છે જેના પરિણામે મોરબી જિલ્લામાં કોરોનાનો ચેપ અટકાવવા દુકાનદારો અને વેપારીઓ સહિત તમામને ફરજીયાત વેકસીનના ડોઝ મેળવી લેવા અંગે જાહેરાત કરાય હતી આ અંગે કલેકટર દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું હતું. છતાં પણ શનાળા રોડ પર હોટેલમાં વેકસીન એક પણ ડોઝ લીધા વગર વેપાર કરતા એક ઇસમને ઝડપી લઈ આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.

શનાળા રોડ પર આવેલ મહેશ હોટલના મેનેજર અશરફભાઈ યુનુશભાઈ જુલાયા (ઉ.વ.૩૯) રહે. પખાલી શેરી તલાવડીવાસ મોરબીવાળા એ કોરોના વેકશીનના એક પણ ડોઝ નહી લઈને હોટલના કાઉન્ટર બેશી વેપાર ધંધો કરતો મળી આવ્યો હતો જેને લઈને સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા મેનેજર વિરુદ્ધ કાયદેશરની કાર્યવાહી કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here