વિકસિત ભારત સંકલ્પ યાત્રાને લઈને મધ્યઝોનના ઇન્ચાર્જ ડો યોગેશભાઈ પંડ્યાએ જિલ્લાના અપેક્ષિત પદાધિકારી કાર્યકર્તાઓની બેઠક યોજી

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

૧૫ નવેમ્બરના રોજ જનજાતીય ગૌરવ દિનના દિવસે સમગ્ર ભારતમાં કાઢવામાં આવેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા છોટાઉદેપુર જિલ્લાના ઘેલવાટ મુકામેથી પ્રસ્થાન કરાવવામાં આવી હતી.૧૪ દિવસ બાદ યાત્રાની સમીક્ષા અને માર્ગદર્શન પૂરું પાડવા માટે બોડેલી એપીએમસી ખાતે આવી પહોંચેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના મધ્યઝોનના ઇન્ચાર્જ ડો યોગેશભાઈ પંડ્યાએ જિલ્લાના અપેક્ષિત પદાધિકારી કાર્યકર્તાઓની બેઠક લીધી હતી.જેમાં છોટાઉદેપુર,પાવીજેતપુર અને કવાંટ તાલુકામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંગેની માહિતી એકત્રિત કરી હતી.આવનારા દિવસોમાં બોડેલી,સંખેડા અને નસવાડીમાં આ યાત્રા આવશે ત્યારે યાત્રામાં કરાવવામાં આવતી કામગીરી અંગે પદાધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.આ યાત્રામાં કેન્દ્ર અને રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાથી વંચિત રહેલ વંચિતોના ફોર્મ પણ ભરવામાં આવશે તેમ જણાવી સહુ કાર્યકર્તાઓને,લાભાર્થીઓને અને ગ્રામજનોને યાત્રામાં જોડાવવા આહવાન કરવા જણાવ્યું હતું.આ બેઠકમાં છોટાઉદેપુર જિલ્લા ભાજપા અધ્યક્ષ ઉપેન્દ્રભાઈ રાઠવા,સાંસદ ગીતાબેન રાઠવા,મહામંત્રી ડી એફ પરમાર,મેહુલભાઈ પટેલ,રમેશભાઈ રાઠવા,વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કન્વીનર જશુભાઈ રાઠવા,સહ કન્વીનર મુકેશભાઈ પટેલ,બોડેલી એપીએમસી ચેરમેન વાલજીભાઇ બારીયા સહીત જિલ્લા,તાલુકા પંચાયત સદસ્યો,સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here