રેણા(મોરવા) ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂના પ્લાસ્ટીક ક્વાટરીયા નંગ- ૯૬૦ કિં.રૂ.૯૬,૦૦૦/- નો પ્રોહી જથ્થો પકડી પાડતી શહેરા પોલીસ

શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષશ્રી ચીરાગ કોરડીયા સાહેબશ્રી તથા પંચમહાલ જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી સાહેબ નાઓએ દારૂની અસામાજીક પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સારૂ સુચનાઓ આપેલ અને ગોધરા વિભાગ ગોધરાના નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.આર.રાઠોડ સાહેબ નાઓએ ખાનગી બાતમીદારો રોકી, હ્યુમન સોર્સીસનો વધુમાં વધુ ઉપયોગ કરી તેમજ સતત વોચ તપાસમાં રહી દારૂની અસામાજીક પ્રવૃત્તિ નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચન અને માર્ગદર્શન પુરૂ પાડેલ જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટર શ્રી પી.એમ.જુડાલ શહેરા પોલીસ સ્ટેશન નાઓએ પ્રોહીબિશનને લગતી પ્રવુતી નેસ્ત નાબુદ કરવા કરેલ સુચના આધારે શહેરા પો.સ્ટે.ની સર્વેલન્સ ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી એસ.એમ.ડામોર શહેરા પોલીસ સ્ટેશન નાઓને ખાનગી રાહે એવી ચોક્કસ બાતમી હકિકત મળેલ કે રેણા (મોરવા) ગામમાં રહેતો દલપતભાઇ ફુલાભાઇ પટેલીયા નાએ રેણા (મોરવા) ગામમાં રહેતો રતીલાલ નાનુભાઇ પટેલીયા નાઓના ઘરે ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મંગાવી લાવી સંતાડી રાખી મુકાવેલ છે. જે અન્વયે પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી એ સર્વેલન્સ ટીમના એ.એસ.આઇ જયંતિભાઇ અર્જુનભાઇ બ.નં.૮૯૨ તથા અ.હે.કો. રામસિંહ ભીખુસિંહ બ.નં.૧૧૦૪ તથા અ.પો.કો. નવગણભાઇ સાંમતભાઇ બ.નં.૧૦૦૭ તથા અ.પો.કો. કનુભાઇ કુવરસિંહ બ.નં.૧૨૦૭ તથા અ.પો.કો. મનહરભાઇ દલસુખભાઇ તથા અ.પો.કો. બ.નં.૧૪૦૩ તથા અ.પો.કો. મનુભાઇ લાખાભાઇ બ.નં.૧૪૦૭ તથા આ.પો.કો. રાજેન્દ્રકુમાર જેસિંગભાઇ બ.નં.૬૨ નાઓને બાતમી હકિકતથી વાકેફ કરી બાતમીવાળી જગ્યાએ રેઇડ કરી કાયદેસર કરવા સુચના કરતા સદરહુ ટીમના માણસોએ બાતમીવાળા ઇસમના ઘરે રેઇડ કરતાં તેના ઘરેથી ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરેલ પ્લાસ્ટીક ક્વાટરીયા નંગ-૯૬૦ કિં.રૂ.૯૬,૦૦૦/-નો પ્રોહી મુદ્દામાલ પકડી પાડી (૧)દલપતભાઇ ફુલાભાઇ પટેલીયા (૨)રતીલાલ નાનુભાઇ પટેલીયા બન્ને રહે.રેણા(મોરવા) તા.શહેરા જી.પંચમહાલ નાઓના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી પ્રોહીબીશન એક્ટની જુદી-જુદી કલમો હેઠળ ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here