“વન ડે વન ડીસ્ટ્રિક કાર્યક્રમ અંતર્ગત ડભોઇ નગરી કેસરિયા રંગે રંગાયી”

ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-

વડોદરા જિલ્લા ના ડભોઇ તાલુકા ખાતે સી.આર પાટીલ ની અધ્યક્ષતા મા “વન ડે વન ડિસ્ટ્રીકટ” અંતર્ગત પેજ સમિતિ સંવાદ કાર્યક્રમ યોજાયો.વન ડે વન ડિસ્ટ્રીકટ પેજ સમિતિ નો કાર્યક્રમ ડભોઇ ખાતે યોજવા બદલ ડભોઇ ના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા એ સી.આર.પાટીલ નો આભાર માન્યો હતો. ડભોઇ ખાતે યોજાયેલ પેજ સમિતિ ના કાર્યક્રમ માં ભારતીય જનતા પાર્ટી ના પ્રદેશ મહામંત્રી ભાર્ગવભાઈ ભટ્ટ સહિત,વડોદરા ના સાંસદ રંજનબેન ભટ્ટ,છોટાઉદેપુર ના સાંસદ ગીતાબેન રાઠવા,સહિત વડોદરા જિલ્લા ના પાંચ તાલુકા ના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા..વડોદરા જિલ્લા ના ડભોઇ, પાદરા,સાવલી,વાઘોડિયા,તેમજ કરજણ ના ધારાસભ્યો પોતાના વિસ્તાર ના પેજ સમિતિ ના સભ્યો,હોદેદારો, સહિત હજારો કાર્યકરો સાથે ઉપસ્થિત રહ્યા હતા.ડભોઇ ખાતે હજારો ની સંખ્યા માં જન મેદની ઉમટી પડતા સી.આર.પાટીલે પાર્ટી કાર્યકર્તાઓ ની કામગીરી બિરદાવી કાર્યકરો નો ઉત્સાહ વધાર્યો હતો.વિશાળ જનમેદની ને સંબોધતા સી.આર.પાટીલે આવનાર વિધાન સભા ની ચૂંટણી માં વડોદરા જિલ્લા ની પાંચેય બેઠકો જંગી બહુમતી થી હાંસલ કરવા કાર્યકરો ને આહવાન કર્યું હતું.સી.આર.પાટીલ દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા ચાલી રહેલી યોજનાઓ જેમ કે વિધવા સહાય,ઇ શ્રમ,વૃદ્ધ પેનશન યોજના,તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના નો લાભ લાભાર્થીઓ ને આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નો આભાર વ્યક્ત કર્યો હતો.તેમજ કોરોના કાળ દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા નિશુલ્ક અનાજ તેમજ વેકશીન આપવા જેવા કાર્યો ને બિરદાવી પ્રજા સમક્ષ મુક્યા હતા.સી. આર.પાટીલે તેઓની આગવી શૈલી માં નામ લીધા વિના આમ આદમી પાર્ટી ના નેતા અરવિંદ કેજરીવાલ ને આડે હાથ લેતા કહ્યું હતું કે ગુજરાત ની જનતા ને મફત ની લોભમણી જાહેરાતો કરી ગુજરાતમાં મહાઠગ આવ્યો છે. જેથી ગુજરાત ની પ્રજાને મહાઠગ સાવધાન રહેવા અપિલ કરી હતી.કાર્યક્રમ ના અંતે ડભોઈ ના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા એ ડભોઇ ખાતે યોજાયેલ કાર્યક્રમ ને સફળ બનાવવા બદલ જિલ્લા ના ધારાસભ્યો,સાંસદો,હોદ્દેદારો તેમજ હજારો ની સંખ્યા માં ઉપસ્થિત કાર્યકરો નો આભાર વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here