છોટાઉદેપુર જીલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરીના કુલ-૧૭ ગુનાઓ આચરનાર છેલ્લા ચાર વર્ષથી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ…

છોટાઉદેપુર, શેખ મુઝફ્ફર નજર :-

શ્રી સંદીપ સિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગનાઓ તથા શ્રી આઇ.જી.શેખ પોલીસ અધિક્ષકશ્રી છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં ગુનો કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લાના તેમજ જીલ્લા બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારૂ શ્રી વી.એસ.ગાવિત પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા સમજ કરેલ જે સબંધે એલ.સી.બી. સ્ટાફના પોલીસ કર્મચારીઓ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે છોટાઉદેપુર જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતો ફરતો આરોપી નગરસિંગભાઇ ઉર્ફે નાગરાજ કનીયાભાઇ રાઠવા રહે.ભુમસવાડા તા.કવાંટ જી.છોટાઉદેપુર નાનો છોટાઉદેપુર ડેપો સામે આવેલ છે જેવી બાતમી આધારે સદરી જ્ગ્યાએ તપાસ કરતા સદર ઇસમ હાજર મળી આવતા પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here