વડાપ્રધાન મોદી આર્થિક પ્રગતિ માટે તત્પર જયારે નર્મદા જીલ્લાની બેન્કોનો ઠેંગો !!

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

મન કી બાતમા બેંકોને ધિરાણ કરી લોકોને ધંધા રોજગાર માટે લોન આપવાની વાત -નર્મદા ભરુચ જીલ્લાની બેન્કો અમલ ક્યારે કરસે ??

ધંધા રોજગાર માટે જરુરિયાત મંદલોકો સહિત સખીમંડળો ને ધિરાણ આપવામાં કેમ અખાડા થઇ રહયા છે ??

કલેક્ટર સાથે દર મહિને થતી બેંક અધિકારીઓ ની બેઠકો સુચના અને માર્ગદર્શન છતાં અમલવારી કેમ નહી ?

સમગ્ર દેશ નુ અર્થતંત્ર કોરોના ની મહામારી વચ્ચે અસતવયસથ થયુ છે , લોક ડાઉન સહિત કરફ્યુ જેવા કડક પગલા ભરાતાં લોકો બેરોજગારી ના ખપ્પર મા હોમાયા છે, લોકો ની આર્થિક પરિસ્થિતિ ખુબજ કથળી ગઇ છે, ઉધોગ ધંધા બંધ થયા છે ત્યારે સમગ્ર મામલે દેશ ના વડાપ્રધાન સહિત રાજય સરકાર દ્વારા અનેક વિધ સરકારી યોજનાઓ બહાર પાડી લોકો ને પગભર કરવા , ધંધા રોજગાર ને કે જે બિલકુલ ઠપ્પ થયા છે તેને બેઠાં કરવા આર્થિક મદદરૂપ થવા દેશ ની બેન્કો ને ધિરાણ કરવાની અને મદદરૂપ થવાની જાહેરાત અનેક વાર કરી છે. પોતાના મન કી બાત ના કાર્યક્રમ મા વડાપ્રધાન મોદી એ અનેક વેદના ઓ ઠાલવી લાખો કરોડો રુપિયા ના ધિરાણ કરવાની વાત કરી પરંતુ નર્મદા જીલ્લા મા આ તમામ વાતો ફારસ રુપ સાબીત થઇ રહી છે , જીલ્લા ની બેન્કો જરુરીયાત મંદ લોકો ને સખીમંડળો ને સહિત અન્ય સંસ્થાનો ને ધિરાણ આપવામાં ઠાગાથૈયા કરતો હોવાનું લોકો મા લોકમુખે ચર્ચાસ્પદ બનેલ છે.

નર્મદા અને ભરૂચ જીલ્લા મા આદિવાસીઓ મોટા પ્રમાણ મા વસવાટ કરતા હોય છે ત્યારે તેમજ નર્મદા જીલ્લા નો તો કેન્દ્ર સરકારે એસપીરેશનલ ડિસ્ટ્રીકટ તરીકેજાહેર કરેલ હોય આ જીલ્લા ને તો વિશિષ્ટ યોજનાકીય લાભો મળવા જોઈએ પરંતુ ઓન રેકર્ડ પરિસ્થિતિ કંઈ ઓર છે અને વાસતવિકતા કંઇ જુદી જ છે !! નર્મદા જીલ્લા ની વાત કરીએ તો દર મહિને કલેક્ટર કચેરી ખાતે બેંક અધિકારીઓ સાથે મિટીંગો યોજાતી હોય છે જેમાં કલેક્ટર દ્વારા બેંકો ને સુચના અને માર્ગ દર્શન આપવામાં આવે છે કે ધિરાણ ના ટાર્ગેટ પુર્ણ કરે જેમા વિવિધ ક્ષેત્રે ધિરાણ આપવાની ચર્ચા વિમર્શ હાથ ધરાય છે, બસ થયુ અરજદારો બેંકો પાસે જાય તો તેમ ને વારંવાર ધર્મ ના ધક્કા ખવડાવીને થકવી દેવામાં આવતા હોય છે,

કોરોના ની મહામારી મા આર્થિક રીતે પાયમાલ થયેલ નાના ધંધા રોજ ગાર કરતા લોકો સખી મંડળો રાજપીપળા નગર ની બેન્ક ઓફ બરોડા સ્ટેશન રોડ શાખા અને કાળિયાભુત શાખા મા મહિલા ઓ પોતાના ધંધા રોજ ગાર માટે આવતા સ્વાવલંબન યોજના હેઠળ અરજી ઓ પણ લોન મેળવવાની આશાએ કરતી હોય છે મહિલા નિગમ ગાંધીનગર થી પણ સ્વાવલંબન યોજના હેઠળ અરજી ઓ મંજૂર થઇને આવી ને બેંક મા પડી હોય છે પરંતુ ધિરાણ ની કોઈ જ કાર્યવાહી બેંક ઓફ બરોડા દ્વારા હાથ ધરવામાં આવતી નથી જેથી લોન ધિરાણ માંગતી આદિવાસી મહિલા ઓ મા ભારે નારાજગી અને વડાપ્રધાન મોદી ના મન કી બાત ના કાર્યક્રમ મા કરેલ વાતો સામે નારાજગી જોવા મળી રહી છે તયારે આ મામલે નર્મદા જીલ્લા કલેક્ટર બેંકો ને યોગ્ય સુચના આપે અને અને અરજી ઓની નિકાલ લાવે એ ખુબજ જરુરી છે.

વડાપ્રધાન રોજગાર ગેરંટી યોજના હેઠળ નર્મદા જીલ્લા મા અગરબત્તી ઉધોગ માટે બી પી. એલ. મહિલાઓ સહિત સખીમંડળો નિયમોનુસાર લોન ની માંગણી કરે છેં , અગરબતતી નો ઉદ્યોગ ગુજરાત મા મોટા પાયા ઉપર સફળ પણ છે છતા ધિરાણ આપવામાં બેન્કો ના અખાડા કેમ ? આ મામલે નર્મદા જીલ્લા કલેક્ટર ખાસ ધ્યાન આપી સુચના આપે એ પણ જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here