સિધ્ધપુરમાં રાજ રાજેશ્વરી શ્રીસરસ્વતી માતાજીના ૧૩૯ માં પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

ઐતિહાસિક અને ધાર્મિક નગરી સિદ્ધપુરની પવિત્ર સરસ્વતી નદીના કિનારે આવેલા આવેલા અતિપ્રાચીન રાજ રાજેશ્વરી વેદ માતા શ્રીસરસ્વતી માતાજીના મંદીરે ૧૩૯મો પાટોત્સવની માગશર સુદ પાંચમને બુધવારના રોજ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી માતાજીના નિજ મંદિરે પાટોત્સવ નિમિત્તે હોમાત્મક નવચંડી યજ્ઞ તેમજ મહા પૂજાનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો આ યજ્ઞના મુખ્ય યજમાન તરીકે જયેશભાઈ પંડ્યા સહ પરિવાર સાથે લાભ લીઈ ધન્યતા અનુભવતી કરી હતી તેમજ યજ્ઞના આચાર્ય તરીકે ભરતભાઈ ઠાકર શાસ્ત્રી તેમજ સિદ્ધપુરના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચારથી આ યજ્ઞની પુર્ણાહુતી કરાઈ હતી પાટોત્સવ નિમિત્તે માતાજીના મંદિરમાં વહેલી સવારથી માતાજીના ભકતો તેમનાં દર્શન કરવા ઉમટી પડ્યા હતા તેમજ મંદિર કમિટી દ્વારા માતાજીનો મહાઅભિષેક, સોળસોપચાર મહાપૂજન, પુષ્પાંજલિ બાદ માતાજીના હોમાત્મક નવચંડી યજ્ઞનું આયોજન મંદિરના પૂજારી ભરતભાઇ વ્યાસ તેમજ શ્રીસરસ્વતી યુવક મંડળ દ્વારા ખૂબ જ સુંદર રીતે કરાયું હતું માતાજીના મંદિરને વિવિધ રોશનીથી શણગારાયું હતું તેમજ રાત્રે ભજન સંધ્યાનું આયોજન કરાયું હતું અહીં આવેલા તમામ ભક્તોને મહાપ્રસાદનું વિતરણ કરાયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here