રાજપીપળાની બેંકોમા અપુરતો સ્ટાફ કામગીરીઓ માટે અવરોધરુપ

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

બેન્કમા કામગીરીઓમા ઓછા સ્ટાફથી થતાં વિલંબ

રાજપીપળા નગર મા કેટલીક બેંકો નો સંપર્ક કરતા બેંક મા અપુરતા સ્ટાફ હોવાનું જાણવા મળ્યું છે , જેમાં યુનિયન બેંક ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ ઈન્ડિયા મા આદિજાતિઓ સહિત ની જનરલ કેટેગરી ના લોકો ને ધિરાણ આપવામાં આવે છે પરંતુ બેંક મા સ્ટાફ વય મર્યાદા ના લીધે નિવૃત થયા બાદ સ્ટાફ ની જગ્યા ઓજ ભરાતી નથી રોજબરોજની એટલી કામગીરી હોય કે અરજદારો ની લોન ની અરજીઓ તરફ ધ્યાન જ નથી આપી શકાતુ !
યુનિયન બેંક મા છેલ્લા એક વર્ષથી મેનેજર ની પોષ્ટ કે જે ખુબજ મહત્વ ની હોય છે તેજ ખાલી છે , વડોદરા ના ખાતે ના AGM યુનિયન બેંક ને આ બાબતે ધ્યાન દોરવામા આવે એ ખુબજ જરુરી છે, યુનિયન બેંક મા પુરતો સ્ટાફ મુકાય એ દિશામાં નર્મદા કલેક્ટર યોગ્ય ધટતી કાર્યવાહી કરે એવી અપેક્ષા અરજદારો સેવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here