વડાપ્રધાન મોદીના આગમન પહેલા જ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના કેવડીયા કોલોનીના SRP કેમ્પમા કોરોનાના 9 પોઝિટિવ કેસો નોંધાયા

કેવડીયા કોલોની,(નર્મદા)
આશિક પઠાણ

કેવડીયા કોલોની, લીમડી અને ગોરા ગામ ખાતે 24 કલાકમા જ 14 પોઝિટિવ કેસો મળી આવતા તંત્રમા દોડધામ

 સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારને કોરોના ફ્રી ઝોન કરવા તંત્રની કવાયતમા અડચણ

કોરોના પોઝિટિવના દર્દી ઑની સંખ્યા દિન પ્રતદિન નર્મદા જીલ્લામા વધી રહી છે ત્યારે વધતાં જતા પોઝિટિવ દર્દીઓ વહીવટીતંત્રની વડાપ્રધાન મોદીના આગમન પહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિસ્તારને કોરોના ફ્રી ઝોન બનાવવાની મહેચ્છા ઉપર પાણી ન ફેરવે એ ચિંતા નર્મદા જીલ્લા વહીવટી તંત્ર માટે ઉભી થઇ છે.

આજરોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના જ કેવડીયા કોલોની ખાતેના એસ આર પી કેમ્પ ખાતેથી કોરોના પોઝિટિવના 9 દર્દીઓ મળી આવ્યા હતા, જયારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના લીમડી ગામ ખાતેથી પણ એક પોઝિટિવ કેસ નોંધાયો હોવાનું નર્મદા જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા સતતાવાર રીતે જાણવા મળેલ છે.

ગતરોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના કેવડીયા કોલોની ખાતેથી 3 અને નજીકનાજ ગોરા ગામ ખાતેથી એક પોઝિટિવ કેસ નોંધાયા બાદ આજરોજ ફરી એકવાર સ્ટેચ્યુઓફ યુનિટીના નજીકના વિસ્તારમાંથી કોરોનાના એકસાથે 10 પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે.કેવડીયા કોલોનીના SRP કેમ્પમા કોરોનાના આજે 9 દર્દીઓ મળી આવ્યા છે જયાંરે ગોરા ગામ ખાતેથી એક પોઝિટિવ દર્દી મળી આવ્યો છે. આ તમામને સારવાર અર્થે રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આજરોજ નર્મદા જીલ્લામા કુલ 15 પોઝિટિવ કેસો નોધાયા હતા જેમા રાજપીપળાના રાજેન્દ્ર નગર સોસાયટીમાં એક, લાછરસ ગામ ખાતે એક, આમદલા ખાતે એક, તિલકવાડા ખાતે 2, લીમડી ખાતે એક અને કેવડીયા કોલોનીના SRP કેમ્પ ખાતે 9 કેસનો સમાવેશ થાય છે નુ સતતાવાર રીતે આરોગ્ય વિભાગના એપેડેમીક મેડીકલ ઓફિસર ડો કશ્યપ દ્વારા જાણવા મળેલ છે. આ સાથે જીલ્લામા કુલ પોઝિટિવ કેસની સંખ્યા વધીને 1110 ઉપર પહોંચી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રિય એકતા દિવસની ઉજવણી અર્થે તા 31 મી ઓક્ટોબરના રોજ આવી રહયા છે ત્યારે સમગ્ર સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારને કોરોના ફ્રી ઝોન બનાવવાની મહેચ્છા વહીવટી તંત્ર દ્વારા રાખવામાં આવી છે, તેવા સમયે સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિસ્તારમાં જ વધતા જતા પોઝિટિવ કેસોએ તંત્રની ચિંતામા વધારો કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here