ભલાણીયા ગ્રામ પંચાયતના સભ્યને મોબાઇલ ફોન પર મારી નાખવાની ધમકી આપતા વેજલપુર પોલીસ મથકે ફરિયાદ

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

વગર પરમિશનનુ ડીજે, અને લાઇસન્સ વગરનીની ગાડીની અરજીની અદાવત રાખી મારી નાખવાની ધમકી

ગોધરા તાલુકાના ભલાણીયા ગ્રામ પંચાયત ના વોર્ડ નંબર છ ના સભ્ય ગોપાલભાઈ સામંતભાઈ પટેલ વર્ષ 2017 થી બિનહરીફ ચૂંટાયેલા છે ગ્રામ પંચાયતના વિકાસના કામોમાં પારદર્શિતા અને ભંડોળનો ઉપયોગ કરવાના આગ્રહી છે કુરિવાજો નાબૂદ કરવા, પર્યાવરણ જાગૃતિ અને વ્યસન મુક્તિ અને શિક્ષણને પ્રોત્સાહન આપનાર છે .ગત તારીખ 7 ના રોજ તેઓ ગોધરા મુકામે હતા ત્યારે શૈલેષ ભાઈ ગણપતભાઈ બારિયા નો તેમના મોબાઈલ પર ફોન આવેલો અને કહેલ કે, “તે મારી ગાડી ના લાયસન્સ અને વગર પરમિશન ના ડીજે સિસ્ટમ ની અરજી કરેલ છે મારી પાસે બે ફોરવિલર ગાડી છે જે તારા ઘર પાસે મૂકીને સળગાવી દઈશ અને તારા માથે પાડીશ મને તો વીમા કંપની ૭૫ ટકા પૈસા આપશે ગ્રામ પંચાયતની મિટિંગમાં છું આવું છું એમ કહી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા હતા તારીખ 9 ના રોજ ગ્રામ પંચાયતની મિટિંગમાં ગોપાલભાઈ ગયા નહોતા તે સમયે તેમના મોબાઈલ પર મિસ કોલ આવતા તેઓએ સામે ફોન કર્યો હતો પરંતુ ફોન વ્યસ્ત આવતો હતો ત્યારબાદ ફોન આવતા કઈ પણ પૂછ્યા વિના કે સાંભળ્યા વિના અભદ્ર ભાષામાં ધમકીઓ આપી ગંદી ગાળો બોલી લોકેશન પૂછે મા બેન સમાણી ગાળો આપી રાજેશભાઈ વખતભાઈ રાઠોડે જાનથી મારી નાખવાની ધમકી આપતા બંને ઈસમો રે.ભલાણીયા.તા. ગોધરા વિરૂધ્ધ વેજલપુર પોલીસ મથકે ગુરૂવારના રોજ સાંજે ફરિયાદ આપતા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here