લાયન્સ ક્લબ ઓફ ધાનેરા દ્વારા ફ્રી ડાયાબીટીસ નિદાન સેન્ટર ચાલુ કરાયું…

ધાનેરા,(બનાસકાંઠા) રમેશચંદ્ર ઠક્કર :-

લાયન્સ ક્લબ ઓફ ધાનેરાના અગ્રણીઓની હાજરીમાં ફ્રી ડાયાબીટીસ સેન્ટરને કાયમ માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું

લાયન્સ ક્લબ ઓફ ધાનેરના સેવભવી પ્રમુખ તરીકે વિહાભાઈ આઈ પટેલ અને તેઓની નવી ટીમ જોડાયેલ છે ત્યારથી સેવાકીય કાર્યોમાં ઉત્તરો ઉત્તર પ્રગતિ થઈ રહી છે, જેના કારણે જરૂરતમંદ લોકોને એનો લાભ સમયસર મળી રહ્યો છે. વિહાભાઈની પોતાની હોસ્પિટલ આસ્થા આઈ સી યુ એન્ડ ક્રિટિકલ કેર સેન્ટરમાં આ ડાયાબીટીસ સેન્ટરને કાયમી ધોરણે ચાલુ કરવામાં આવ્યો છે. જેમાં દર બુધવારે સવારે 10 થી 12 સુધી દરેક જરૂરતમંદો ને મફતમાં લાભ મળશે.
આ પ્રસંગના ઉદ્ઘાટન કરતા શ્રી વિરભા ભાઈ જે પટેલ, મામલતદાર શ્રી ધાનેરા હતા, તેમજ જિલ્લા કક્ષાના હોદ્દેદારોમાં ગોવિંદભાઇ એન પટેલ, મગનભાઈ અડોલીયા, કીર્તિલાલ શાહ તથા પરસભાઈ સોની, ભવરભાઈ સુધાર,ચેતનભાઈ ઠક્કર, ઈશ્વરભાઈ ચૌધરી,રાજુભાઇ ચૌહાણ અને સમીરભાઈ શાહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને શુભારંભ સમયે 100 થી વધુ લોકોએ ડાયાબીટીસ ચેકઅપ કરવી મફત સેવાનો લાભ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here