ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમમાં લોનની પ્રક્રિયા અન્ય નિગમો કરતાં ખુબજ જટિલ

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

અન્ય નિગમની સરખામણીમાં ધિરાણ સામે વ્યાજના દર પણ ઉંચા આવુ કેમ ??

બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમના નીતિનિયમો મુજબ ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમની જોગવાઈઓ લાગુ કરવાની માંગ

ભારતના બંધારણના આમુખમાં સર્વ નાગરીકોને સામાજીક,આર્થિક અને રાજનૈતિક ન્‍યાય પ્રાપ્‍ત કરાવવા તથા વ્‍યકિતનું ગૌરવ, રાષ્‍ટ્રની એકતા અને અખંડીતતા સુનિશ્‍ચિત કરનારી બંધુ ભાવના વધારવાનું વચન આપવામાં આવ્‍યું છે. આના ભાગરુપે ગુજરાત રાજય ની ભાજપા સરકાર ધ્‍વારા તા.૨૪-૯-૯૯ ના રોજ ગુજરાત લધુમતી બોર્ડનું રુપાંતર કરી રૂ. દશ કરોડની શેરમુડી સાથે કંપની કાયદાની કલમ ૧૪૯(૩) હેઠળ ગુજરાત અલ્‍પસંખ્‍યક નાણાં અને વિકાસ નિગમ લીમીટેડ ની રચના કરવામાં આવેલ છે.જે અલ્પસંખ્યક સમુદાયનાં વિકાસ માટે ઉપાડેલ મહત્વનું પગલું છે.

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ધ્વારા  ગુજરાત અલ્પસંખ્યક નાણા અને વિકાસ નિગમની યોજનાઓનું બ્રોસર બનાવવામાં આવેલ છે તેમાં નિગમની સ્થાપના ઉદ્દેશો અને હેતુઓના મુદ્દા નંબર-૧-અલ્પસંખ્યકો પેકી આર્થિક રીતે નબળા ઇસમોના આર્થિક અને વિકાસ લક્ષી પ્રવુંતીઓને પ્રોત્સાહન આપવું છે. ગુજરાત અલ્પસંખ્યક નાણા અને વિકાસ નિગમ માં લોન ની પ્રક્રિયા અલ્પસંખ્યક સમુદાયના ગરીબ વર્ગને નિગમ ની મોર્ગેજ પ્રક્રિયા ખુબ જટિલ છે.જેમાં લાભાર્થી પાસેથી જામીન/જાત જામીન ના પુરાવા તરીકે ૭/૧૨ ના ઉતારા.૮અ,નમુનો-૬ હકપત્રક,પ્રોપર્ટીકાર્ડ,આકરણી પત્રક ની ખરી નકલો અને જામીન ના પુરા ડોક્યુમેન્ટ મેળવવા ખુબ અગરા પડે છે. જેમાં ગરીબ અલ્પસંખ્યક સમુદાય ના લોકો ને કોઈ જામીન ન થાય તો તે વ્યક્તિ લાભ થી વંચિત રહે છે. જેમાં નવો ઉમેરો કરી જામીનના પણ ચેક માગવામાં આવે છે.

જયારે બીજી બાજુ જોવા જઇએ તો બિન અનામત શેક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની ગુજરાત સરકાર ધ્વારા રચના કરવામાં આવેલ છે.જેમાં બિન અનામત જાતિઓના સામજિક આર્થિક અને શેક્ષણિક સ્થીતીઓને લઇ આયોગ અને નિગમ બનાવવમાં આવેલ છે.જેમાં  સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ પત્ર ક્રમાંક ઈ.બી.સી.-૧૦૨૦૧૮-૮૧૪-અ.૧ સચિવાલય ગાંધીનગર તા.૧૫/૦૮/૨૦૧૮ પત્રમાં બિન પત્ર સાથેના પરિશિષ્ઠમાં મુદ્દા નંબર.-(૧) અને (૭)માં શેક્ષણિક અભ્યાસ યોજના અને  સ્વરોજગાર લક્ષી યોજનાઓમાં ધિરાણના માપદંડ નક્કી કરી લોનની કુલ રકમ રૂ.૭.૫૦ લાખ કે તેથી ઓછી હોય તેટલી રકમ ભરી સકે તેવા બે સધ્ધર જામીનનું જામીન ખત રજુ કરવાનું રહેશે.તેમજ સ્વરોજગાર લક્ષી યોજનામાં અરજદારની ઉમર ૧૮ થી ૫૦ વર્ષ સુધીની અને વાર્ષિક પુરુષો માટે ૫% સાદા વ્યાજ અને મહિલાઓ માટે ૪% રાખવામાં આવેલ છે.તેમજ વાહન મેળવ્યાના ત્રણ માસ પછી પાચ વર્ષના એક એક સરખા હપ્તામાં લોન ભરવાની રહેશે તેમજ વ્હીકલ નિગમની તરફેણમાં ગીરો કરવાનું બતાવવામાં આવેલ છે.જે નાના વ્યયસાયમાં પણ ત્રણ માસમાં હપ્તા ભરવાનું જણાવવામાં આવેલ છે.આવક મર્યાદા રૂ.૩ લાખ રાખવામાં આવેલ છે.

આટલી સારી જોગવાઈ બીજા નિગમોમાં કરવામાં સરકારે વ્હાલા દવલા ની નીતિ અપનાવી હોય એવુ લાગી રહયું છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ઠરાવ ક્રમાંક ઈબીસી/૧૦૨૦૧૮/૮૧૪/અ.૧ સચિવાલય ગાંધીનગર તા. ૧૬/૧૨/૨૦૧૯ પત્રમાં રૂ.-૭.૫૦ લાખ કે તેથી ઓછી રકમની લોન  માટે  બે સધ્ધર જામીનના જામીનખત રજુ કરવાની જોગવાઈ છે. પરંતુ અન્ય નિગમોમાં રૂ. ૧ લાખથી વધુ રકમના ધિરાણ માટે ધિરાણની રકમથી દોઢ ગણી કિમતની સ્થાવર મિલકત પર બોજો નોધાવવાની સુચના અમલમાં છે. તો ઉપરોક્ત કયા નિગમમાં રૂ. ૧ લાખથી વધુ રકમના ધિરાણ માટે ધિરાણની રકમથી દોઢ ગણી કિમતની સ્થાવર મિલકત પર બોજો નોધાવવાની સુચના અમલમાં છે.તેમજ બિન અનામત શેક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની લોન યોજના માટે નીતિ નિયમો જુદા કેમ ?

 ગુજરાત અલ્પસંખ્યક નાણા અને વિકાસ નિગમમાં ૪૦ હજારથી વધુની લોન પર મોર્ગેજ કરવામાં આવે છે.સ્વરોજગાર લોન માટેની ઉંમર ૨૧ થી ૪૫ વર્ષની છે.વ્હીકલ લોનમાં વહિકલ પરતો હાઈપોથીકેશન કરવામાં આવે છે પણ સાથે સાથે મિલકત પર બોજો પણ પાડવામાં આવે છે. જે કેટલાં અંશે યોગ્ય છે . વ્યાજદર પુરુષો માટે ૬% અને મહિલાઓ માટે ૫% છે.આમ વ્યાજ દર મા પણ અસમાનતા !!! લોન મળતાની સાથે પ્રથમ માસથી હપ્તા ભરવાની સરુઆત થઇ જાય છે.
ગુજરાતમાં બધા  નિગમોની રચના આર્થિક રીતે નબળા ઇસમોના આર્થિક અને વિકાસ લક્ષી પ્રવુંતીઓને પ્રોત્સાહન આપવું છે.તો બિન અનામત શેક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ અને  ગુજરાત અલ્પસંખ્યક નાણા અને વિકાસ નિગમ ના નિતિનિયમો મા અસમાનતા કેમ ? આટલો ફરક કેમ છે ? સરકાર ની એક ને ગોળ બીજા ને ખોળ ની નીતિ રીતિ કેમ ??

ગુજરાત બિન અનામત શેક્ષણિક અને આર્થિક વિકાસ નિગમમાં શેક્ષણિક અને સ્વરોજગાર લક્ષી જે યોજના બનાવવામાં આવેલ છે.તે મુજબ બીજા નિગમોને પણ તેટલાજ નીતિનિયમો અને લાભ મળવા જોઈએ. મહિલા,એકલ મહિલા,ત્યકતાના નામે ઓછી મિલકત હોય છે. તેના જામીન માટે પતિ પર કે પરિવાર પર આશા રાખવી પડે છે.તેમને સ્વનિર્ભર બનવા માટે મહિલાઓને 2 લાખ સુધીની લોન મોર્ગેજ વગર આપવામાં આવે.   આવાસ યોજના,સરકારી ખરાબા અને ઝૂપડ પટ્ટી વિસ્તારમાં રહેતા લોકો માટે શેક્ષણિક અને સ્વરોજગાર માટે ૧ લાખ સુધીની લોનમાં મોર્ગેજ પ્રક્રિયા દુર કરવામાં આવે.

અલ્પસંખ્યક મંત્રાલય ધ્વારા નાણા  નિગમ માટે કરવામાં આવેલ દિશા નિર્દેશોનુ પાલન કરવામાં આવે. ગુજરાતમાં બનાવવામાં આવેલ તમામ નિગમોના નીતિનિયમો એક સમાન કરવામાં આવે. ગુજરાત અલ્પસંખ્યક નાણા અને વિકાસ નિગમમાં જામીનની ઉંમર ૫૫ વર્ષ સુધીની છે.તે ઉંમર મર્યાદા વધારી ૬૫ વર્ષની કરવામાં આવે. વ્હીકલ લોનમાં વિકલ પરતો હાઈપોથીકેશન કરવામાં આવે છે પણ સાથે સાથે મિલકત પર બોજો પણ પાડવામાં આવે છે.તો વ્હીકલનુજ હાઈપોથીકેશન કરવામાં આવે મિલકત પર બોજો પાડવામાં ન આવે.

નિગમ ધ્વારા જે ઓન લાઈન લોન અરજી કરવામાં આવે છે.તેમાં મોર્ગેજની સ્પસ્ટતા કરવામાં આવતી નથી.જેના કારણે લોકો લોન અરજી કરે છે પણ પાસ થયા પછી મોર્ગેજ કે જામીન માટે તકલીફ પડે છે.તો લોન અરજીમાંજ મોર્ગેજની સ્પષ્ટતા કરવામાં આવે એ ખુબજ જરુરી છે,
ગુજરાત અલ્પસંખ્યક નાણા અને વિકાસ નિગમમાં લોન પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી 2 લાખની લોન હોયતો ફંડ ઓછું છેનો નિયમ આગળ ધરી રકમ ઓછી કરી દેવામાં આવે છે. આવુ લધુમતીઑ સાથે જ કેમ ? તો જે લોન પાસ થઇ હોય તેટલીજ આપવામાં આવે. ગુજરાત અલ્પસંખ્યક નાણા અને વિકાસ નિગમમાં લોન પ્રક્રિયાના નીતિનિયમો  નક્કી કરવામાં આવે અને તેને કાયદાના રૂપમાં લેવામાં આવે.
સ્વરોજગારની લોન ઉંમર મર્યાદા ૪૫ થી વધારી ૫૦ કરવામાં આવે ની માંગ લધુમતી સમાજ દ્વારા કરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here