લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર દ્વારા પાનવડ પો.સ્ટે.માં છેલ્લા ત્રણ વર્ષથી પ્રોહીના ગુનામાં નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

સંદીપ સિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરાનાઓ તથા આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં ગુનો કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લાના તેમજ જીલ્લા બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારૂ વિ.એસ.ગાવિત પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો સાથે કવાંટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત આધારે પાનવડ પોલીસ સ્ટેશનના સી. પાર્ટ ગુ.ર.નં.૧૧૧૮૪૦૦૧૦૨૧૦૦૫૪/૨૦૨૧ પ્રોહી કલમ ૬૫ (ઇ),૯૮ (૨),૮૩ મુજબના ગુનાના કામે નાસતા-ફરતા આરોપીને કવાંટ નસવાડી ચોકડી ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી અર્થે કવાંટ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.
પકડાયેલ ઇસમ :-
કનુભાઇ હિમતભાઇ રાઠવા રહે. ખાંડણીયા બસ સ્ટેન્ડ ફળીયા તા.કવાંટ જી.છોટાઉદેપુર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here