મહેલોલ હાઇવે પુલ ઉપર બાઇક સ્લીપ ખાઇ જતાં બાઇક પર સવાર યુવાનનું મોત

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

ગોધરા તાલુકાના મહેલોલ હાઇવે પુલ ઉપર ૩૬ વર્ષીય યુવાનનું બાઇક સ્લીપ ખાઇ જતાં માથાં અને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ થતાં સારવાર મળે તે પહેલા મોત નીપજયું હતું.ગોધરા તાલુકાના રામપુરા જોડકા ગામના સતીશકુમાર વિઠ્ઠલભાઇ પારેખ નોંધાવેલી ફરિયાદ મુજબ કમલેશભાઈ મોહનભાઈ વાળંદ ઉ.વર્ષ ૩૬ પોતાની કબ્જાની મોટરસાયકલ લઈને વેજલપુરથી મહેલોલ જવા નીકળ્યા હતા ત્યારે મહેલોલ હાઇવે પુલ ઉપર પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારતા બાઇક સ્લીપ ખાતા કમલેશભાઈ વાળંદ રોડ ઉપર પટકાયા હતા જેમાં કમલેશભાઇ ને માથામાં અને મોઢાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી લોહી લુહાણ હાલતમાં કમલેશભાઇ ને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન સીવીલ હોસ્પીટલ ના ફરજ પરના ડોક્ટરોએ કમલેશભાઇ ઉ.વ.૩૬ ને મરણ પામેલા જાહેર કર્યા હતા જે અંગેની મરનાર વ્યક્તિના સંબંધિત ની ફરિયાદ મુજબ વેજલપુર પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here