લુણાવાડા તાલુકાના મધવાસ ખાતે ગેર કાયદેસર બાંધકામ અટકાવવા જાગૃત નાગરિકો દ્વારા મૌખિક અને લેખિતમાં જાણ કરવા છતાં અધિકારીઓના આંખ આડા કાન..

લુણાવાડા,(મહીસાગર) ઇમરાન ખાન (કાલોલ) :-

મહિસાગર જિલ્લા તાલુકો લુણાવાડાના મધવાસ દરવાજા પાસે તકીયા દરગાહ ટ્રસ્ટની સી.સ.નંબર ૧૫૧૭ વાળી મિલ્કતમાં ગ્રાઉન્ડ ફલોરમાં દુકાનો આવેલી છે. આ મિલ્કતના ગ્રાઉન્ડ ફલોરમાં દુકાનો આવેલ છે. તેના ફસ્ટ ફલોરમાં ટ્રસ્ટી મંડળમાં ઠરાવ કર્યા વગર અને ટ્રસ્ટીઓની સંમતિ વગર કે ગુજરાત વકફ બોર્ડની પરમીશન વગર નગરપાલિકા પરમીશન વગર અને નામદાર ગુજરાત રાજ્ય વકફ ટ્રિબ્યુનલ કોર્ટ ગાંધીનગર માં વકફ અરજી નંબર -159/2021 જેમાં તારીખ 02/09/2021 ના રોજ નામદાર કોર્ટ દ્વારા સદર હું મિલકતમાં યથાવ્યસ્ત પરિસ્થિતિમાં જાળવી રાખવા તેંજ સદર મિલ્કતમ કોઈ પણ તબદીલી નહિ કરવા તાકીદ કરવામાં આવી હોવા છતાં કબ્જેદાર ઈસમો કોઈ પણ શેહ શરમ વગર હાલ પણ ગેર કાયદેસર રીતે બાંધકામ કરાવી રહેલ છે મઘવાસ દરવાજા પાસે તકીયા દરગાહ ટ્રસ્ટની જમીનમાં ગેરકાયદેસર બાંધકામ અટકાવવા માટે પ્રશાસન ને અવાર નવાર અરજીઓ કરવામાં aavi છે. તેમ છતાં સ્થળ ઉપર બાંધકામ ચાલુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here