કાલોલ : કાતોલ ગામે એસ.ઓ.જી પોલીસનો સપાટો… મંદિરના કમ્પાઉન્ડમાં ગેરકાયદેસર ગાંજાના 7 છોડ સાથે પુજારીને ઝડપી પાડ્યો

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન :-

કાલોલ તાલુકા કાતોલગામે એસ.ઓ.જી શાખાને મળતી ચોક્કસ બાતમીના આધારે સ્ટાફ દ્વારા શોધખોળ દરમિયાન આવેલ ખોડીયાર માતાના મંદિરના કમ્પાઉન્ડમાં પુજારી એવા સુરેશભાઇ લલ્લુભાઇ જાદવ ધ્વરા ગેરકાયદેસર રીતે લીલા પાંદડા માંધાતા વનસ્પતિ ગાંજાના છોડ નંગ કુલ 7 છોડ મળ્યા હતા. આ છોડનું વજન કરતાં 03.150 કિલો ગ્રામ જેની કિંમત 01 કિલોના 10,000 જેથી કુલ રૂપિયા 31,500નો મુદ્દામાલ સાથે સદર ગાંજો કબજે કરેલ. હાજર એફ.એસ.એલ. અધિકારીશ્રી પી.કે પટેલ નાઓએ કબજે કરેલ ગાંજાના છોડની સ્થળ તપાસણીનો પોઝીટીવ રીપોર્ટમાં ગાંજો હોવાની પુષ્ટી કરેલ છે.ત મંદિરના પૂજારી આરોપીને પકડી કાયદેસર રીતે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ: કાલોલ તાલુકાના કાતોલ ગામે આવેલ ખોડીયાર માતાના મંદિરના કમ્પાઉન્ડમાં ગેરકાયદેસર રીતે લીલા પાંદડા માંધાતા વનસ્પતિ ગાંજાના છોડ નંગ કુલ 7 છોડ મળી આવતા જેમાથી રેન્ડમલી 02 છોડ એફ એસ એલ. પરીક્ષણ માટે જેનુ વજન ૨. ૬૭૦ કીલોગ્રામ હોય અને રીઝર્વ સેમ્પલ માટે લેવા એફ.એસ.એલ. અધિકારીશ્રી દ્વારા સુચના આપવામાં આવેલ. જે આધારે રીઝર્વ સેમ્પલ માટે લીધેલ 02 છોડ જેનુ વજન ૦.૦૯૦ કિલોગ્રામ થયેલ અને રીઝર્વ સેમ્પલ તથા એફ.એસ.એલ સેમ્પલ સિવાયના 03 છોડ પોલીસ સ્ટેશન મુદ્દા માલના હોય જે 03 છોડનુ વજન ૦.૩૯૦ કીલોગ્રામ થયેલ જે તમામ છોડ તેના મુળ સહીત લઇ તેનુ વજન કરતા કુલ. ૩.૧૫૦ કીલોગ્રામ થયેલ. જે પૈકી ઉપરોકત એફ.એસ.એલ. પરીક્ષણ અર્થે કબજે કરેલ ગાંજાના 02 છોડને મુળ-માટી સ હીત સફેદ માદરપાટના કાપડમાં વીટી લઇ હાથ સીલાઇ કરી તેના ઉપર પંચો તથા આપ સાહેબની સહીવાળી કાપલી મુ કી દોરાથી બાંધી એસ.ઓ.જી પોલીસ ગોધરાનુ હોદાનું શીલ કરી માર્ક-A આપી કબજે કરેલ. તેમજ રીઝર્વ સેમ્પલ અર્થે કબજે કરવા માટે રેન્ડમલી ૦૨ છોડ મુળ સહીત લઇ સફેદ માદરપાટના કાપડમાં વીટી લઇ હાથ સીલાઇ કરી તેના આમ કબજે કરવામાં આવેલ કુલ ગાંજાના છોડ નંગ-૦૭ નુ કુલ વજન ૩.૧ ૫૦ કિલોગ્રામ થયેલ. બાદમાં એફ.એસ.એલ. અધિકારીશ્રીની સુચના મુજબ મંદીરના કંપાઉંડમાંથી કંન્ટ્રોલ માટી ના સેમ્પલ માટે એક ડબ્બા માં આશરે ૫૦૦ ગ્રામ માટી લઇ પ્લાસ્ટીકના ડબ્બામાં ભરી લઇ જેના ઢાકણ બંધ કરી તેના ઉપર પંચો તથા આપ સાહેબની સહીવાળી કાપલી મુકી દોરાથી બાધી લાખ થી ઈશ્વરજી પોલીસ ગોધરાના ના હોદ્દાનુ શીલ કરી માર્ક-D આ પી કબજે કરેલ. આ કબજે કરેલ તમામ સેમ્પલ સાથેના કુલ લીલા છોડ. ૧૫૦ કિલોગ્રામ થયેલ જેની કિંમત ૦૧ કિલોના .૧૦,૦૦૦/- લેખે કુલ ૩૧, ૫૦૦-ગણી સદર ગાંજો કબજે કરેલ.
હાજર એફ.એસ.એલ. અધિકારીશ્રી પી.કે પટેલ નાઓએ કબજે કરેલ ગાંજાના છોડની સ્થળ તપાસણીનો પોઝીટીવ રીપોર્ટમાં ગાંજો હોવાની પુષ્ટી કરેલ છે.તેમજ આમ ઉપરોકત સુરેશભાઇ લલ્લુભાઇ જાદવ રહે. રહે. બહાર ફળીયા ગામ કાતોલ તા. કાલોલ પોતાના કબજા ભોગવટાના મંદીરના કંમ્પાઉંડમા ગેરકાયદેસર રીતે ગાંજાના છોડ નંગ-૦૭ કુલ વજન ૩.૧૫૦ કિલોગ્રામ જેની કિંમત. ૦૧ કિલોના રૂા.૧૦, ૦૦૦/- લેખે કુલ રૂા.૩૧, ૫૦૦- નો ઉગાડી પોલીસની રેઇડ દરમ્યાન પકડાઇ ગયેલ વિરુદ્ધ એન.ડી. પી. એસ. એકટ ૧૯૮૫ ની કલમ ૨૦(એ) મુજબ કાયદેસર તપાસ મુજબ ફરીયાદ કરી કાર્યવાહી હાથ ધરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here