રાજપીપળામા રખડતા ઢોરોનો ભારે આતંક – વાહન ચાલકો સહિત નગરજનો ત્રાહિમામ

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

વારંવાર ની રજુઆતો છતાં નગરપાલિકા નુ તંત્ર નિષ્ક્રિય – શુ કોઈ ગંભીર અકસ્માત ની રાહ જોઈ ને બેઠું છે પાલિકા નુ તંત્ર

રાજપીપળા શહેર ના મુખ્ય માર્ગો ઉપર વારંવાર રખડતા ઢોરો એક બીજા સાથે લડતા જોવા મા આવી રહયા છે , કેટલીક વાર તો રખડતા ઢોરો ના કારણે રાહાદરી ઓ , વાહન ચાલકો સાથે અકસ્માત સર્જાય છે છતાં રાજપીપળા નગરપાલિકા આવા રખડતા ઢોરો ના માલિકો સામે કોઈ પગલાં કેમ ભરાતાં નથી ? ઢોરો ને પાંજરે પુરવાની વયવસથા કેમ કરાતી નથી ? નુ નગરજનો મા ભારે ચર્ચાસ્પદ બનેલ છે

ગતરોજ સોમવારે રાત્રે ના સમયે રાજપીપળા ના ભરચક વિસ્તાર બ્રહ્માકુમારી ચોકડી પાસે પણ રખડતા ઢોરો એકબીજા સાથે બાથડતા નજરે પડયા હતા , રાત્રિના સમયે પબ્લિક ચાલવા નીકળેલી પબ્લિક ના જીવ તાળવે ચોટયા હતા પણ સદ નસીબે ત્રણ ઢોરો રાત્રીના સમયે બાથડતા હતા જો સવારના સમયે કે બપોર ના સમયે આ ધટના ધટી હોત તો કોઇ મોટી દુર્ઘટના સર્જાઇ હોત !! પણ આ રખડતા ઢોરો એકબીજા સાથે રાત્રીના સમયે બાથડતા ભાડે ભીડ ન હોય ને કોઈ દુર્ઘટના સર્જાઇ નહોતી .

આ અગાઉ થોડાક દિવસ પહેલા જ રાજપીપળા ના ગાર્ડન મા આંખલાઓએ ભારે આતંક મચાવ્યો હતો , આવી ધટના ઓ સમયબધ્ધ પ્રકાશિત પણ થાય છે અમારું ઇનટેનસ લોકો ના જાન માલ ની સલામતી નુ જ છે જેથી અમે આવા સમાચારો પ્રકાશિત પણ કરતા હોઇએ છીએ , અમલમાં લાવવા ની કામગીરી નગરપાલિકાના સત્તાધિશો ની છે આશા રાખીએ કે નગરપાલિકા આ મામલે ગંભીરતાથી કોઈ નિર્ણય લઇ નગરજનો ને રખડતાં ઢોરો ના ત્રાસ થી બચાવસે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here