લિંડા મોડેલ સ્કૂલના જંતુ વાળા ભોજનને જિલ્લા કલેક્ટર સ્તુતિ ચારણે ધ્યાને લીધુ… ઉદ્દભવેલા પ્રશ્નોને જિલ્લાની આદિજાતિ વિભાગની ૨૧ શાળાઓના આચાર્ય વોર્ડન તથા પ્રાયોજના અધિકારીને જિલ્લા કલેક્ટરનું તેડુ

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

જિલ્લા કલેક્ટરે શાળાના આચાર્યો અને વોર્ડનો સાથે યોજી બેઠક

છોટાઉદેપુર જિલ્લામાં પ્રાયોજના વહીવટદારની કચેરી દ્વારા સંચાલિત તમામ ૨૧ શાળાના આચાર્યો અને વોર્ડનો સાથે યોજવામાં આવેલી બેઠક માં જિલ્લા કલેક્ટરે શાળાના અભ્યાસ ની સાથે કરવામાં આવતી વિવિધ પ્રવૃતિઓ અંગે માહિતગાર થયા હતા તેમને શાળામાં અભ્યાસ કરતા બાળકોને પોતાના બાળકો છે એમ સમજી તેમની કાળજી રાખવા માટે તાકીદ કરી હતી
વધુમાં તેમને બાળકોને આપવામાં આવતી સુવિધાઓ અંગે વિગતે જાણકારી મેળવી હતી તેમને તમામ આચાર્યો અને વોર્ડનોને બાળકો કે વાલીઓ તરફ થી કોઈ ફરિયાદ આવે તો તેનુ એક રજીસ્ટર નિભાવી ફરિયાદોનું નિવારણ કરવા માટે તાકીદ કરતા જણાવ્યુ હતુ કે શાળાઓમાં બાળકોને મૂળભૂત જરૂરિયાતો પુરી થાય એવી તમામ પ્રકારની ગુણવત્તા સભર સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે એ સુનિશ્ચિત કરવાનું રહેશે એમ જણાવી તેમણે જો કોઈ પણ સ્કૂલ મા બાળકોને સુવિધાઓ આઓવામાં આવતી નથી એમ માલુમ પડશે તો તે શાળાના જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે આમ જણાવવામાં આવ્યું હતું
જિલ્લા કલેક્ટર સ્તુતિ ચારણે બાળકોને આપવામાં આવતા ભોજન માં ખાસ કાળજી રાખવામાં આવે જેમાં શાકભાજી અનાજ સહિત ભોજન બનાવવાની સામગ્રી તાજી અને સ્વાસ્થ્યપ્રદ હોય એ ખૂબ જરૂરી છે એમ જણાવી તેમણે અનાજ સંગ્રહ કરવાના કોઠારો ને પણ નિયમિત સફાઈ કરવા તથા શાળામાં અને કેમ્પસ તથા ટોયલેટ બાથરૂમ નું નિયમિત રીતે સાફ સફાઈ થાય તથા બાળકોને શુધ્ધ પીવાનું પાણી અને સ્નાન માટે ગરમ પાણી પણ આપવામાં આવે તેવી સૂચનાઓ કલેક્ટર શ્રી એ આપી હતી
વધુમાં તેમણે પ્રાયોજના વહીવટદાર વી સી ગામીત અને પ્રોજેકટ ઓફિસર ભાગ્યશ્રી બેન ને અવાર નવાર શાળાઓની મુલાકાત લેવા તથા કલેક્ટર પોતે પણ શાળાઓની આકસ્મિક મુલાકાત લેશે એમ જણાવ્યું હતું તથા દર મહિને બેઠક કરી સમીક્ષા કરવામાં આવશે એમ કલેકટર સ્તુતિ ચારણે જણાવ્યું હતું
આ ઉપરાંત તેમણે બાળકોના શિક્ષણ અંગે ચર્ચા કરતા જણાવ્યું કે શાળામાં ભણતા તમામ બાળકો તેજસ્વીજ હોય છે દરેક શાળાના આચાર્યો તેમજ શિક્ષક ગણે બાળકોને શાળા સમય બાદ પણ શિક્ષણ કાર્ય કરી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવે એવું આયોજન કરવા તેમજ શાળામાં કોઈ પણ સુવિધા ખૂટતી હોય તો જાણ કરવા માટે જણાવ્યુ હતુ
પ્રાયોજના વહીવટદાર વી સી ગામીતે બેઠક પ્રારંભે જિલ્લા કલેક્ટરને પ્રાયોજના વહીવટદાર ની કચેરી દ્વારા સંચાલિત શાળાઓ અંગે જાણકારી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here