શહેરા શિક્ષણ પરિવાર દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત રેલી યોજાઈ…

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

શહેરા શિક્ષણ પરિવાર ગ્રામ પંચાયત ચૂંટણી ડિસેમ્બર – 2021 માં સમગ્ર રાજ્યમાં યોજાવા જઈ રહી છે, ત્યારે શહેરા તાલુકાની શાળાઓમાં મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત જિલ્લા પ્રોજેકટ કો.ઓર્ડીનેટર ડૉ.વી.એમ.પટેલ સાહેબશ્રીની સૂચના મુજબ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, શહેરા શ્રીમતિ ચેતનાબેન પરમાર તેમજ બી.આર.સી.કૉ.ઓર્ડીનેટર, શહેરા ડો.કલ્પેશકુમાર આર.પરમારના માર્ગદર્શન હેઠળ સી.આર.સી.કો.ઓર્ડીનેટરશ્રીઓ, સમગ્ર શિક્ષા સ્ટાફ, આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ વિદ્યાર્થીઓ સાથે મળીને ગામની શેરીઓમાં રેલી કાઢી 100 % મતદાન કરવા સૂત્રોચ્ચાર આવ્યા હતા. જાહેર સ્થળોએ લોકોને મતદાન આપવા માટે જાગૃત કરવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આયોગ દ્વારા મતદાન જાગૃતિ અંતર્ગત સ્ટેમ્પિંગ / સ્ટીકર્સ માટેના કન્ટેન્ટ તૈયાર કરવામાં આવેલ છે. જેનો ઉપયોગ ગેસ સિલિન્ડર, ટ્રાવેલ ટિકિટ, દૂધની થેલી, લેન્ડ રેકોર્ડ ડોક્યુમેન્ટ તથા સરકારી ચુકવણાની પહોંચ પર લગાવવા માટે સંદેશ પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે. રેલી દરમિયાન કોવિડ – 19 અને શિક્ષણ વિભાગની SOP ની ગાઈડલાઈન અનુસરવામાં આવી હતી. ડૉ.કલ્પેશ આર.પરમારે મતદાન 100 % કરાવવા માટે કરેલ પ્રયત્નોને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here