રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાને સફળ બનાવવા નર્મદા ભરૂચ જિલ્લા કોંગ્રેસ ના આગેવાનો કાર્યકરો સક્રિય થયા

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

લોકસભાની ચૂંટણીઓ ને અનુલક્ષી સેક્ટર મંડળ અને જિલ્લા પંચાયત બેઠક દીઠ કાર્યકરોને કામગીરી કરવા નું માર્ગદર્શન આપતા પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી રાજેન્દ્રસિંહ રાણા

કોંગ્રેસ અગ્રણી રાહુલ ગાંધી એ મણીપુર થી શરૂ કરેલ ભારત જોડો ન્યાય યાત્રા આગામી માર્ચ મહિનામાં નર્મદા જિલ્લા સહિત ભરૂચ જિલ્લામાં પ્રવેશનાર હોય તેની તૈયારીઓ કઈ રીતના કરવી એ અંગે પ્રદેશકૉંગ્રેસ મહામંત્રી રાજેન્દ્રસિંહ રાણા ની અધ્યક્ષતા મા એક બેઠક યોજાઈ હતી જેમા ડેડીયાપાડા અને સાગબારા ના કોંગ્રેસી આગેવાનો કાર્યકરો સાથે ચર્ચા વિમર્શ અને પરામર્શ હાથ ધરવામાં આવ્યું હતું.

ભરૂચ લોકસભા બેઠક માં આવતાં નર્મદા જિલ્લા નાં ડેડિયાપાડા અને સાગબારા તાલુકા નાં કાર્યકર્તા અને આગેવાનો સાથે રાજેન્દ્રસિંહરાણા સાહેબ અધ્યક્ષ સ્થાને
બેઠક યોજાઈ હતી. આ બેઠક માં ગુજરાત પ્રદેશ નાં મહામંત્રી રાજેન્દ્રસિંહરાણા એ રાહુલગાંધી ની ભારત જોડો ન્યાય યાત્રા અને સેક્ટર મંડલ અને જિલ્લા પંચાયત મુજબ સંગઠન ની કામગીરી કઈ રીતે કરવી તે વિશે માર્ગદર્શન આપ્યું હતું અને આગામી લોકસભાની ચૂંટણીઓમાં કૉંગ્રેસ ને વિજયી બનાવવા માટે કાર્યકરો આગેવાનો ને હાકલ કરી હતી. રાહુલગાંધી ની ભારત જોડો ન્યાય યાત્રા વિશે પણ માર્ગદર્શન આપ્યું હતું.

નર્મદા જીલ્લા ના સાગબારા અને ડેડિયાપાડા તાલુકા નાં લોકો ને પડતી મુશ્કેલી જેમ કે ડેડિયાપાડા થી સાગબારા જતો મુખ્ય રસ્તો અધુરો છે જે વેહલી તકે પૂર્ણ કરવા માં આવે, બંને તાલુકા માં પડતી આરોગ્ય લક્ષી4 મુશ્કેલી, વીજળી ને લગતી સમસ્યાઓ, ખેડુત ને પોષણસમ ભાવ મળી રહે,મોંઘવારી મુદ્દે અને સ્થાનીક કક્ષા ની અન્ય સમસ્યાઓ હલ કરવાની માંગણી સાથે મામલતદાર ને રાજેન્દ્રસિંહ રાણા ની અધ્યક્ષ સ્થાને ડેડિયાપાડા ખાતે આવેદન પત્ર આપ્યું હતું.

આ મીટીંગ માં બંને તાલુકા નાં આગેવાનો માજી ધારાસભ્ય અમરસિંહ વસાવા ,નર્મદા મહિલા જિલ્લા પ્રમુખ વસાવા જેરમાંબેન દેડ્યાપાડા નાં અને ઝગડિયા વિધાનસભા બેઠક નાં આગેવાન ચંદુભાઈ વસાવા અને પરેશ વસાવા સાગબારા નાં વિવિઘ સેલ નાં પ્રમુખ જોડાયા હતાં તાલુકા પંચાયત માં ચૂંટાયેલા સભ્ય, માજી સભ્ય, સરપંચો વિવિધ સેલ નાં ચેરમેન હજાર રહ્યાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here